- slider news, TECHNOLOGY, Trending News

બદલાઈ ગયા Samsungના આ 3 જૂના સ્માર્ટફોનના ફીચર્સ! મળ્યું મોટું અપડેટ

સેમસંગ સ્માર્ટફોન્સ ઉપયોગ કરનારા યુઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ પોતાના ત્રણ સ્માર્ટફોન્સ ગેલેક્સી A6-2018, ગેલેક્સી A7-2018, ગેલેક્સી A80 માટે એન્ડ્રૉઈડ 10નું અપડેટ લઈને આવ્યું છે.

ઑપરેટિંગ સિસ્ટમનું અપડેટ આ કંપનીએ પહેલા પણ કેટલાક ફોન માટે રજુ કર્યું છે. આ પહેલા ગેલેક્સી M40 અને ગેલેક્સી A70S માટે એન્ડ્રૉઈડ 10 રોલઆઉટ કર્યું હતું. ગેલેક્સી A7-2018 માટે અપડેટ ભારતમાં જારી કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગેલેક્સી A6-2018, A80 માટે અપડેટ્સ ફ્રાન્સમાં રૉલઆઉટ થઈ રહ્યું છે.

ગેલેક્સી A7-2018 માટે એન્ડ્રૉઈડ 10નું અપડેટ વર્ઝન નંબર A7 50FXXU4CT BC છે અને આ લગભગ 1.3 GB વર્ઝનનો સપોર્ટ કરે છે. ખબરો પ્રમાણે, ફોનનું નવું અપડેટ 1 માર્ચ 2020થી એન્ડ્રૉઈડ સિક્યોરિટી પેચ સાથે આવશે.

મળશે આ ખાસ ફીચર્સ

અપડેટમાં ન્યૂ નેવિદેશન જેસ્ચર અને નવા UI સહિત ડાર્કમોડ પણ લાવવામાં આવ્યું છે. સાથે જ અલગ એન્ડ્રૉઈડ 10 અને એક UI 2.0 વિગતો છે. ગેલેક્સી A6 (2018)માં બિલ્ડ નંબર A600FNXXU5CTB9 અને માર્ચ 2020 એન્ડ્રૉઈડ સિક્યોરિટી પેચ સાથે એન્ડ્રૉઈડ 10 આપવામાં આવી રહ્યું છે.

આ વચ્ચે, ગેલેક્સી A80માં લેટેસ્ટ એડિશન વન UI 2.0 અને ફર્મવેયર એડિશન A805FXXU4BTC3 સાથે આપવામાં આવી રહ્યું છે.

0Shares