- EDUCATION, GUJARAT NEWS, slider news

વડોદરાઃ હવે સ્કૂલ બસ, વાન અને રીક્ષામાં CCTV લગાવવા ફરજિયાત, જાહેરનામું પ્રસિદ્ધ

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી, વિદ્યાર્થીનીઓની જાતિય સતામણી અને દુષ્કર્મના બનાવોને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરની તમામ સ્કૂલ વાન, રીક્ષા અને બસમાં CCTV કેમેરા લગાડી કમેરાની ફીડ વેબ લીંક વિદ્યાર્થીના વાલીને તથા શૈક્ષણિક સંસ્થાના વડાને મોકલવાની પણ તાકીદ કરાઈ છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલ-કોલેજના રીક્ષા, વાન અને બસના માલિકોએ તેમના વાહનોમાં સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે, આ કેમેરાની ફીડ વેબ લીંક વિદ્યાર્થીઓના વાલીને, સ્કૂલના આચાર્ય અને મેનેજમેન્ટને મોકલવાની રહેશે.

મતેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ છાણી વિસ્તારમાં એક સ્કૂલ વાનના ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હતી. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. જેથી વિદ્યાર્થીની સલામતી, વિદ્યાર્થીનીઓની જાતિય સતામણી અને દુષ્કર્મના બનાવોને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને કોઈ વાંધો હોય તો તે 30 દિવસની અંદર પોલીસ કમિશનર કચેરીમાં લેખીતમાં જાણ કરી શકે છે.

0Shares