- ENTERTAINMENT, slider news, Trending News

corona virus: ટીવી રસિયા માટે માઠા સમાચાર, તમારા ફેવરેટ શો થશે બંધ?

કોરોના વાયરસ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે મોટો સંકટ બનીને આવ્યો છે. આ પરિસ્થિતિમાં જ્યાં લોકોને ઘરમાં લૉકડાઉન થવું પડી રહ્યું છે, ડેલી શોપનું શૂટિંગ ટળવાથી દર્શકોને રિપીટ ટેલીકાસ્ટ જોવું પડી શકે છે. ફિલ્મોની રિલીઝ પોસ્ટપોન થઈ ગઈ છે. એવામાં લોકો થિએટર્સથી દૂર રહીને ઓટીટી પ્લેટફૉર્મ કે ટીવી જોઈ એન્ટરટેન થઈ શકે છે.

ફિલ્મોથી વધારે નુકસાન ટીવી ઈન્ડસ્ટ્રીને થવાની સંભવાનાઓ છે. પ્રોડ્યૂસર્સ આ વાતને લઈ પરેશાન છે કે જો 31 માર્ચ બાદ પણ પરિસ્થિતિ આવી રહી તો શું થશે. બેકએપ એપિસોડ્સ ખતમ થયા બાદ તેઓ શું કરશે? વીકેન્ડરમાં આવનારા શો થી વધારે ડેલી ટેલીકાસ્ટ થનારી સીરિયલ્સ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.

તમામ પ્રોડક્શન હાઉસે કામ બંધ કરી દીધું છે. ટીવી બૉડીઝની મીટિંગમાં નક્કી થયું કે 19-31 માર્ચ સુધીમાં દરેક પ્રકારે શૂટ કેન્સલ થશે. માટે ઘણા મેકર્સ 19 માર્ચથી પહેલા શૂટ ખતમ કરવાના પ્રયાસોમાં હતા. પરંતુ બીએમસીએ 1 દિવસ પહેલા જ ફિલ્મ સિટીમાં શૂટ કરવાની મનાઈ ફરમાવી દીધી. હવે 19 માર્ચથી કોઈ ટીવી શોની શૂટિંગ નહીં થાય.

મોટા બેનર બંધ, શોનું શૂટ કેન્સલ

યે રિશ્તા ક્યા કહેલાતા હે, નાગિન 4, ધ કપિલ શર્મા શો, મુઝસે શાદી કરોગે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા મોટા શો નું શૂટ બંધ છે. ઘણા નવા શો ઑનએયર થવાના હતા, પરંતુ કોરોનાના કહેરના કારણે તે પોસ્ટપોન થઈ ગયા છે. તેમાં અનુપમા, ઈશ્ક મેં મરજાવાં 2 જેવા શો સામેલ છે. ટીવી પ્રોડ્યૂસર ફક્ત બેકઅપ એપિસોડ્સના હવાલે છે.

કોરોનાને કારણે રિયલિટી શો ને પણ મોટું નુકસાન થયું છે. ઘણા ડાન્સ, સિંગિંગ રિયલિટી શો નું શૂટિંગ ટાળી દેવામાં આવ્યું છે. કલર્સનો શો મુઝસે શાદી કરોગે નક્કી સમય પહેલા ઑફએર કરી દેવામાં આવ્યો છે. મેકર્સે અફરા તફરીમાં શો ને ફિનાલે તરફ પહોંચાડી દીધો.

બીજી તરફ, બિગ બૉસ મલયાલમનું શૂટ હાલ ચાલુ છે. કન્ટેસ્ટેન્ટ ઘરમાં છે. એન્ડમોલ સાઈને નોટિસ જારી કરી કહ્યું હતું કે તે પ્રોડક્શનનું કામ બંધ કરી રહ્યા છે, એવામાં બિગ બૉસ મલયાલમનું શૂટ થાય છે કે બંધ થાય છે, ટૂંક સમયમાં ખબર પડશે.

0Shares