- ENTERTAINMENT, slider news, Trending News

Coronavirus: આઈસોલેશનમાં અમિતાભ બચ્ચન!, જુઓ VIDEO

કોરોના વાયરસની અસર વિદેશની સાથે-સાથે ભારતમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય લોકોની સાથે જ સિનેમા પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. મોટા પાયે શૂટ્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સ્ટાર્સ પણ પોતાની સુરક્ષા સાથે-સાથે ફેન્સને પણ સુરક્ષિત રહેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં અમિતાભ બચ્ચનનું એક ટ્વીટ અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

હકીકતમાં કોરોના વાયરસના કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સે પણ પોતાને ઘરમાં કેદ કરી લીધા છે. આ લિસ્ટમાં હવે શહેશાંહ અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઈ ગયું છે. બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાને સેલ્ફ આઈસોલેશનમાં લેવાનો નિર્ણય કર્યો છે.

આ વાતની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટર પર હાથની એક તસ્વીર શેર કરી છે, જેમાં એક સ્ટેમ્પ લાગેલો છે. આ સ્ટેમ્પમાં સેલ્ફ આઈસોલેશન એટલે કોરન્ટાઈન હોવા વિશે લખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ સ્ટેમ્પ બીએમસી તરફથી એ લોકો પર લગાવવામાં આવી રહ્યો છે, જે કોરન્ટાઈનમાં છે.

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનું ફક્ત ટ્વીટ જ નહીં પરંતુ એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રેસ ઈન્ફૉર્મેશન બ્યૂરો તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અમિતાભ તે વાતો પર ખાસ ધ્યાન અપાવી રહ્યા છે જે આ બીમારીને ફેલાવાથી રોકવામાં ખુબ જરૂરી છે.

0Shares