- slider news, TECHNOLOGY, Trending News

Samsung Galaxy M21 6000mAhની બેટરી સાથે આજે થશે લૉન્ચ, જાણો કેવા હશે ફીચર્સ

કોરિયાની સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ આજે M સીરીઝના લેટેસ્ટ ડિવાઈસ ગેલેક્સી એમ 21ને લૉન્ચ કરવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુઝર્સને આ ફોનમાં 6,000 એમએચની બેટરી, 48 મેગાપિક્સલનો કેમેરો અને દમદાર પ્રોસેસરનો સપોર્ટ મળશે.

આ ઉપરાંત કંપની ગ્રાહકોને આ ફોનની ખરીદી કરવા પર આકર્ષક ઑફર્સ પણ આપી શકે છે. જો કે, કંપનીએ અત્યાર સુધીમાં આ ફોનની સેલ સાથે જોડાયેલી જાણકારી શેર નથી કરી.

Samsung Galaxy M2ની સંભવિત કિંમત

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંપની આ ફોનની કિંમત મિડ રેન્જમાં રાખશે. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે M30Sને 13,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે બજારમાં ઉતાર્યો હતો.

Samsung Galaxy M21ના સંભવિત સ્પેસિફિકેશન

લીક રિપોર્ટ અનુસાર, કંપનીએ આ ફોનમાં 6.4 ઈંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપી છે. તદ્દપરાંત આ ફોનમાં સારા પર્ફોર્મન્સ માટે Exynos 9611 ચિપસેટ અને 4GB+64GB સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

કેમેરાની વાત કરીએ તો યુઝર્સને આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા મળશે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે. જો કે, અત્યાર સુધીમાં અન્ય સેન્સરની જાણકારી નથી મળી. જ્યારે, બીજી તરફ કંપનીના ફોનના ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

Samsung Galaxy M21ની બેટરી

સેમસંગે આ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G VOLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી પોર્ટ જેવા ફીચર્સ આપશે. તદ્દપરાંત યુઝર્સને આ ફોનમાં 6,000 એમએએચની બેટરી મળી શકે છે.

0Shares