- EDUCATION, GUJARAT NEWS, slider news

વીરપુર પાસે ધો.10-12ની ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી જોવા મળતા વિદ્યાર્થીઓમાં આક્રોશ

ગઈકાલે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ત્યારે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. વીરપુરના એક ઓવરબ્રિજ પરથી ધોરણ-10 અને ધોરણ-12ની ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર વીરપુર પાસેના એક ઓવરબ્રિજ પર ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓ રસ્તા પર આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના પણ ફાટી ગયા હતા. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે ત્યારે તેમની મહેનત આમ રસ્તા પર આવી રીતે રઝળતી મળતા આ મામલે વાલીગણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

0Shares