- ENTERTAINMENT, slider news, Trending News

જુઓ VIDEO- કેટરીનાએ ફેન્સ માટે શોધી ફિટ રહેવાની નવી રીત

જીવલેણ કોરોના વાયરસના ખૌફથી બૉલીવુડથી લઈ બજાર સુધી બધું પ્રભાવિત થયું છે. લોકો ભીડ-ભાડવાળી જગ્યાઓ પર જવાથી બચી રહ્યા છે અને સરકાર તરફથી આવેલા નવા આદેશો બાદ હવે જિમ અને ક્લબ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

એવામાં પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખનારી સેલેબ્સ ખુદને ફિટ રાખવા માટે નવી રીત શોધી રહી છે. કેટરીના કેફે પોતાના ઈન્સ્ટાગ્રા એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં તે પોતાની ઘરના ટેરેસ પર વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

કેટરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા કેટલાક વીડિયોમાં જણાવ્યું છે કે કેવી રીતે લોકો ઘરે રહીને પણ ફક્ત 20 મિનિટમાં પોતાને ફીટ અને હેપ્પી રાખી શકે છે. પહેલા વીડિયોમાં કેટરીના સ્કૉટ્સ કરતી જોવા મળી રહી છે.

પુશઅપ્સથી લઈ માઉન્ટેન ક્લાઈંબર સુધીના આ વીડિયોમાં પોતાની ટ્રેનર સાથે ઘણી સારી એક્સરસાઈજ કરતી જોવા મળી રહી છે. કેટરીનાના આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે.

આ વીડિયોઝ પર પબ્લિકના રિએક્સન્સની વાત કરીએ તો ફેન્સે કોમેન્ટ બૉક્સમાં કેટરીનાથી સુરક્ષિત રહેવાની વાત કહી છે. જણાવી દઈએ કે કોરોનાના કારણે અત્યાર સુધીમાં તમામ ફિલ્મોની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી ચૂકી છે.

તમામ ઈવેન્ટ્સને કેન્સલ કરવામાં આવી છે અને સેલેબ્સ મોટાભાગનો સમય માસ્ક લગાવીને ફરતા જોવા મળી રહ્યા છે. કેટરીના કેફની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ અનિશ્ચિતકાળ સુધી ટાળી દેવામાં આવી છે.

0Shares