- ENTERTAINMENT, GUJARAT NEWS, Trending News

VIDEO: કોરોના અંગે જાગૃતતા લાવવા કિર્તીદાન ગઢવીનું નવું ગીત લોન્ચ

રાજકોટ: વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઈને તમામ કલાકારોએ પોતાના પ્રોગ્રામો કેન્સલ કર્યાં છે. ત્યારે આ કોરોનાના કહેર વચ્ચે સાવચેતી રાખવા માટે ગુજરાતના લોક લાડીલા કલાકાર કિર્તીદાન ગઢવીએ કોરોના અવેરનેસ અંતર્ગત એક જબરદસ્ત ગીત બનાવ્યું છે અને આજે જ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સાથે લોકોને કોરોનાના ભયથી ગભરાશો નહીં તેવો એક ઉપદેશાત્મક સંદેશ આપતા લખ્યું છે કે, “કેર મચાવે છે કોરોના… ત્યારે જરૂરી છે સાવચેતીની અને અફવાઓથી દૂર રહેવાની…” તેમને આ ગંભીરતાને લઈને લોકો સમક્ષ પોતાના અંદાજમાં “કોરોનાની હૂંડી” સ્વરૂપે એક જબરજસ્ત ગીત રજૂ કર્યું છે.

કિર્તીદાન ગઢવી દરેક લોકોને એક અપીલ પણ કરી છે કે, આ ગીત તમે સાંભળો, સમજો, અને શેર કરો, જેથી વધુને વધુ લોકો કોરોનાથી બચવા માટે સજ્જ બની શકે. તેમજ આ કપરા સમયમાં જનજાગૃતિ માટે છેવાડાનો માણસ પણ સમજી શકે. એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત બનાવીને તેમને દેશ પ્રત્યેની ફરજ નિભાવી છે.

0Shares