- CURRENT AFFAIRS, ENTERTAINMENT, slider news

કોરોના વાયરસના કારણે બૉલીવુડમાં પણ હાહાકાર, થઈ શકે છે કરોડોનું નુકસાન

કોરોના વાયરસના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને તગડો ઝટકો લાગ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ વાયરસથી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

ભારતમાં પણ અત્યાર સુધીમાં 130થી વધારે કેસો સામે આવી ચૂક્યા છે. બૉલીવુડને પણ આ વાયરસથી ઘણું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. ફિલ્મી પંડિતો અને ટ્રેડ વિશેષજ્ઞોનું માનવું છે કે આ વાયરસના કારણે ઈન્ડસ્ટ્રીને સેંકડો કરોડનું નુકસાન થશે.

દેશની રાજ્ય સરકારોએ સિનેમાઘરોને બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં 3500થી વધારે સ્ક્રીન્સને બંધ કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મોના પ્રમુખ બેલ્ટ મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને બિહારમાં થિએટર્સ બંધ છે. જ્યારે, ઘણી ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે.

બાગી અને અંગ્રેજી મીડિયમ જેવી મોટી ફિલ્મોને સિનેમાઘરોના બંધ થવાને કારણે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે જ્યારે બિગ બજેટ ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ ખસી ચૂકી છે. ઘણી ફિલ્મ બૉડીઝે તમામ પ્રકારની ફિલ્મો અને ટીવી શોઝના શૂટિંગને કેટલાક સમય માટે બંધ કરી દીધા છે. મેકર્સ ઉપરાંત સિનેમાઘરો માલિકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

ટ્રેડ વિશેષજ્ઞ તરણ આદર્શે કહ્યું કે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યૂશન અને એક્ઝિબિશનને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે, એવામાં ઈન્ડસ્ટ્રીનું નુકસાન ઘણુ વધવાના ચાન્સ છે. તરણ આદર્શે કહ્યું, મને લાગે છે કે ચીજોને સામાન્ય થવામાં સમય લાગશે અને આવનારા મહિનામાં દર્શકોનું થિયેટર્સ તરફ પરત આવવાનું પણ સરળ નહીં હોય કેમ કે દરેક લોકો હાલ ઘણા ડર અને પૈનિકના પડછાયામાં છે.

0Shares