- ENTERTAINMENT, slider news, Trending News

કોઈ ‘જન્નત’થી કમ નથી શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’, જુઓ બંગલાના PHOTO

શાહરૂખ ખાનના ફેન્સ તેમની આવનારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં શાહરૂખની નવી સેલ્ફી સામે આવી છે. શાહરૂખની સાથે અભિનેતા રાજકુમાર રાવ પણ સાથે છે. આ સેલ્ફી શાહરૂખ ખાનના ઘર મન્નતની અંદર લેવામાં આવી છે. પાછળની તરફ જોઈએ તો એક કેમેરો જોવી મળી રહ્યો છે સાથે જ પુસ્તકો પણ દેખાઈ રહ્યા છે. તસ્વીરો જોઈને કહી શકાય કે શાહરૂખનું ઘર કોઈ જન્નતથી કમ નથી.

લગભગ 25 વર્ષથી વધારે સમયથી દર્શકોનું મનોરંજન કરી રહેલા શાહરૂખ ખાનને જો શાંતિના પળ વિતાવવા હોય છે તો તેમને ઘરથી સારી કોઈ જગ્યા નથી લાગતી. શાહરૂખ ખાનના ઘરની એક-એક ચીજને ગૌરી ખાને સજાવી છે.

જન્મદિવસ હોય કે કોઈ તહેવાર, શાહરૂખ હંમેશા પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સનું અભિવાદન સ્વીકાર કરે છે. તસ્વીરમાં પોતાના અંદાજમાં પોઝ પણ આપી રહ્યો છે. શાહરૂખે બાલકનીનો આ ભાગ વિશેષ રીતે ફેન્સને મળવા માટે જ બનાવ્યો છે. ખાસ અવસરે ઘરની બહાર તેમના ફેન્સની ભારે ભીડ એકઠી થઈ જાય છે.

શાહરૂખના ઘરનો એક ગેટ અહીંથી જ પસાર થાય છે. શાહરૂખ અને ગૌરીએ અહીં ઘણા ફોટોશૂટ કરાવ્યા છે. મન્નત પહેલા તે ત્યાં નજીકમાં જ રહેતો હતો. અહીંથી પસાર થતા શાહરૂખ હંમેશા વિચારતો હતો કે તે આ બંગલાને એક દિવસ ખરીદશે.

શાહરૂખના આ આલીશાન બંગલામાં દરેક સુખ સુવિધાની ચીજો રહેલી છે. ઘણા બેડરૂમ ઉપરાંત જિમ, લાઈબ્રેરી અને થિયેટર જેવી સુવિધાઓ છે. એક ઈન્ટરવ્યુમાં ગૌરીએ જણાવ્યું હતું કે તે કોઈ પણ વિદેશ યાત્રા માટે જાય છે તો ત્યાંથી કંઈક ને કંઈક એવી ચીજો ખરીદીને લાવતી હતી જેનાથી ઘરને સજાવી શકાય. ઘરના ઈન્ટીરિયર પર નાની નાની ચીજોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

0Shares