- slider news, TECHNOLOGY, Trending News

રવિવારે લૉન્ચ થશે ગુગલની વેબસાઈટ, કોરોના વાયરસ વિશે આપશે આવી જાણકારી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સત્તાવાર રીતે કોરોના વાયરસને ઈમરજન્સી જાહેર કરી દીધી. તેઓએ કહ્યું છે કે અમેરિકી સરકાર આપત્તિ રાહત કાર્ય માટે 50 અરબ ડૉલરનો ખર્ચ કરશે. શુક્રવારે એક સંવાદદાતા સમ્મેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો, કારણ વગર મુસાફરી ન કરો અને ભીડ-ભાડવાળા વિસ્તારોમાં જવાથી બચો.

આ સંવાદદાતા સમ્મેલનમાં ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકી સરકાર ગુગલ સાથે મળીને એક વેબસાઈટ તૈયાર કરી રહી છે જેની મદદથી દુનિયાભરના લોકો પોતાના નજીકના કોરોના વાયરસ ટેસ્ટિંગ સેન્ટર્સ વિશે જાણકારી મેળવી શકશે. આ વેબસાઈટથી લોકો એ પણ ચેક કરી શકશે કે કોરોના વાયરસના લક્ષણો શું-શું છે.

કોરોના વાયરસ ટેસ્ટિંગ સેન્ટર્સ વિશે જાણકારી આપનારી વેબસાઈટનું નિર્માણ ગુગલ એક્સ લેબના ડેવલપર્સ કરશે. ગુગલે પણ તેની ખાતરી ટ્વીટ કરીને આપી છે. આ પ્રોજેક્ટમાં ગુગલે એન્જીનિયર્સની એક મોટી ટીમને લગાવી છે, જેથી વેબસાઈટને ઝડપથી લાઈવ કરી શકાય. વેબસાઈટનું લૉન્ચિંગ રવિવાર સુધીમાં થઈ શકે છે.

0Shares