- slider news, TECHNOLOGY, Trending News

બિલ ગેટ્સે છોડ્યું માઈક્રોસૉફ્ટ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ, હવે કરશે આવું કામ

ટેક કંપની માઈક્રોસૉફ્ટે જાહેરાત કરી છે કે કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. કંપનીએ જણાવ્યું કે બિલ ગેટ્સ હવે સામાજિક કામોમાં પોતાનો વધારે સમય આપવા માંગે છે. માઈક્રોસૉફ્ટે કહ્યું કે ગેટ્સ ગ્લોબલ હેલ્થ અને એજ્યુકેશન માટે વધારે કામ કરવા માટે ઈચ્છુક છે. આ કારણે આ જવાબદારી છોડી રહ્યા છે.

64 વર્ષીય ગેટ્સે લગભગ એક દાયકા પહેલા જ ઑફિસના દૈનિક કામોમાં સામેલ થવાનું છોડી દીધું હતું. જો કે, તે માઈક્રોસૉફ્ટના સીઈઓ સત્યા નડેલા સાથે ટેક્નિકી સલાહકાર તરીકે જોડાયેલા રહેશે. ગેટ્સ વર્ષ 2014ની શરૂઆત સુધી માઈક્રોસૉફ્ટના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા હતા અને હવે તે સંપૂર્ણ રીતે અહીંથી હટી રહ્યા છે.

માઈક્રોસૉફ્ટના ચીફ એગ્જીક્યૂટિવ ઑફિસર અને કંપનીના દિગ્ગજ સત્ય નડેલાએ એક રિલીઝમાં કહ્યું, ‘આટલા વર્ષો સુધી બિલ સાથે કામ કરવું અને શીખવું ખુબ જ સન્માન અને વિશેષાધિકારની વાત છે.’ નડેલાએ એમ પણ કહ્યું કે ગેટ્સ ટેક્નિકલ એડવાઈઝર તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે અને અમે તેમની પાસેથી સલાહ લેતા રહીશું.

ગેટ્સે વર્ષ 2000માં માઈક્રોસૉફ્ટના સીઈઓના પદ પરથી રાજીનામુ આપ્યું હતું અને કંપનીની કમાન Steve Ballmerને આપવામાં આવી હતી. સાથે જ ગેટ્સે વર્ષ 2014માં સત્યા નડેલાના માઈક્રોસૉફ્ટના સીઈઓ બન્યા બાદ જ ચેરમેનનું પદ પણ છોડી દીધું હતું. બિલ ગેટ્સનું નામ દુનિયાના સૌથી અમીર લોકોની લિસ્ટમાં નિયમિત રીતે રહે છે. કહેવામાં આવે છે કે 13 વર્ષની ઉંમરમાં તેઓએ પ્રોગ્રામિંગ શરૂ કરી દીધું હતું.

0Shares