- slider news, TECHNOLOGY, Trending News

Corona virus: ગુગલે પોતાના કર્મચારીઓ માટે લીધો આ મહત્વનો નિર્ણય

કોરોના વાયરસ આ સમયે ચીન સિવાય અન્ય દેશોમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસના કારણે એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓ ખુબ નુકસાન થયું છે, તો બીજી તરફ ઘણી મોટી ઈવેન્ટો પણ રદ્દ થઈ છે. આ દરમિયાન દુનિયાની દિગ્ગજ સર્ચ એન્જીન કંપની ગુગલે બેંગલૂરૂ સ્થિત ઑફિસમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે.

કંપનીએ આ વાયરસને ફેલવાથી રોકવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જ્યારે, ગુગલનું કહેવું છે કે અમે આ નિર્ણય સ્વાસ્થ્ય અધિકારીઓની સલાહને ધ્યાનમાં રાખીને લીધો છે. જણાવી દઈએ કે ગુગલના બેંગલુરૂ સ્થિત ઑફિસમાં એક કર્મચારી કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે, જેને તપાસ બાદ આઈસોલેશન સેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Twitterએ આપી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ

કોરોના વાયરસના કારણે ટ્વીટરે પણ કેટલાક દિવસ પહેલા પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું હતું. જ્યારે, ટ્વીટરે પોતાના બ્લૉગમાં કહ્યું છે કે તમામ કર્મચારી ઘરેથી કામ કરે. Twitterએ કહ્યું છે કે ઘરેથી કામ કરવા માટે કર્મચારીઓને પૈસા પણ મળશે અને જરૂરી સેટઅપ તૈયાર કરવા માટે પણ ફન્ડ જારી થશે. તદ્દપરાંત કર્મચારીઓના માતા-પિતાને પણ જો કોઈ સમસ્યા થાય છે તો કંપની તેના માટે પણ વ્યવસ્થા કરશે.

0Shares