- GUJARAT NEWS, TECHNOLOGY, Trending News

કોરોના પછી કંપનીની કોલર ટ્યૂન વાગતી હોવાથી HCના વકીલે ટેલિકોમ કંપનીને ફટકારી નોટિસ

અમદાવાદઃ કોરોના વાયરસની કાળજી લેવા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક કંપનીને કોરોનાની કોલર ટ્યૂન વગાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ કોલર ટ્યૂન વાગ્યા બાદ ખાનગી કંપની પોતાની ટ્યૂન વગાડતા હાઇકોર્ટના વકીલે કંપનીને નોટિસ પાઠવી છે.

હાઈકોર્ટના વકીલ પાર્થ બ્રહ્મભટ્ટે કંપનીને શો કોઝ નોટિસ પાઠવી છે. તેમણે નોટિસમાં જણાવ્યું કે, કંપનીની ટ્યૂનના કારણે ગ્રાહકોને ફોન કનેક્ટ કરવામાં 1 મિનિટથી વધુનો સમય લાગે છે. ઇમરજન્સીમાં ફોન કરવામાં ઘણી તકલીફ પડી રહી છે.

કંપની બંધારણના અનુચ્છેદ 14 અને 19નો ભંગ કરી રહી છે, કંપની કોને પુછીને કંપનની કોલર ટ્યૂન સંભળાવે છે?

બ્રહ્મભટ્ટે નોટિસમાં જણાવ્ચું કે, કોરોનાની ટ્યૂન પછી કંપનીની ટ્યૂન મૂકવાની કંપનીની યુક્તિ છે, તે નફાખોરી માટે આવું કરતી હોય તેવું લાગી રહ્યું છે. ફોન કરતી વખતે પહેલા 30 સેકન્ડ કોરોનાની કોલર ટ્યૂન સાંભળવી પડે છે, ત્યારબાદ કંપનીની 30 સેકન્ડ સાંભળવી પડે છે, તેના કારણે ગ્રાહકને ઇમરજન્સીમાં ફોન કરવામાં ઘણી તકલીફ પડી રહી છે.

0Shares