- slider news, TECHNOLOGY, Trending News

Redmi Note 9 pro અને Redmi Note 9 pro Max ભારતમાં લૉન્ચ, શરૂઆતી કિંમત 12,999 રૂપિયા

શાઓમીએ ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન Redmi Note 9 pro અને Redmi Note 9 pro Maxને લૉન્ચ કરી દીધા છે. આ બંન્ને ફોનના લૉન્ચિંગ પહેલા ઑફલાઈન થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે ઈવેન્ટનું આયોજન ઑનલાઈન કરવામાં આવ્યું. Redmi Note 9 સીરીઝ રેડમી નોટ 8 સીરીઝનું અપગ્રેડ વર્ઝન છે. બંન્ને ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Redmi Note 9 proના સ્પેસિફિકેશન

ફોનમાં 6.68 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. Redmi Note 9 pro માં ચાર રિયર કેમેરા છે જેમાં એક કેમેરા 48 મેગાપિક્સલનો, બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ, ત્રીજો 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને ચોથો 2 મેગાપિક્સલનો ડેફ્થ સેન્સર છે. ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. આ ફોનામાં ક્વૉલકૉમનું સ્નૈપડ્રેગન 720G પ્રોસેસર મળશે. તદ્દપરાંત ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન પણ છે.

Redmi Note 9 proની બેટરી અને કનેક્ટીવિટી

તેમાં 5020MAHની બેટરી મળશે પરંતુ તેની સાથે 18 વૉટનું ફાસ્ટ ચાર્જર બૉક્સમાં મળશે. ફોનમાં ભારતીય નેવિગેશન સિસ્ટમ નાવિકનો પણ સપોર્ટ છે. આ ફોન 4GB/64GB સ્ટોરેજ અને 6GB/128GB સ્ટોરેજ વેરિયન્ટમાં મળશે જેની કિંમત ક્રમશઃ 12,999 અને 15,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ એમેઝોન, એમઆઈ હોમ અને એમઆઈના ઑનલાઈન સ્ટોર પરથી 17 માર્ચે થશે.

Redmi Note 9 pro Maxના સ્પેસિફિકેશન

આ ફોનમાં પણ 6.67 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. તદ્દપરાંત આ ફોનમાં રેડમી નોટ 9પ્રોની જેમ ચાર રિયર કેમેરા છે જેમાં એક કેમેરા 64MP, બીજો 8MPનો અલ્ટ્રા વાઈડ, ત્રીજો 5MPનો મેક્રો લેન્સ અને ચોથો 2MPનો ડેપ્થ સેન્સર છે. ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે. આ ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે. તદ્દપરાંત ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન પણ છે.

Redmi Note 9 pro Max ની બેટરી- કનેક્ટિવીટી

તેમાં પણ 5020MAHની બેટરી મળશે પરંતુ તેની સાથે બૉક્સમાં 33 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે. ફોનમાં ભારતીય નેવિગેશન સિસ્ટમ નાવિકનો પણ સપોર્ટ છે. આ ફોન 4GB/64GB, 6GB/128GB અને 8GB/128GB સ્ટોરેજ વેરિયન્ટમાં મળશે જેની કિંમત ક્રમશઃ 14,999, 16,999 અને 18,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ એમેઝોન, એમઆઈ હોમ અને એમઆઈના ઑનલાઈન સ્ટોર પરથી 25 માર્ચે થશે.

0Shares