- slider news, TECHNOLOGY, Trending News

Corona virus: Twitterએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આપ્યો આદેશ

કોરોના વાયરસની ચપેટમાં આ સમયે લગભગ 100થી વધારે દેશ આવી ચૂક્યા છે. દુનિયાની અર્થવ્યવસ્થાને પણ કોરોના વાયરસના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. એપલ જેવી ઘણી ટેક કંપનીઓને મોટું નુકસાન થયું છે. ઘણા મોટા ટેક્નોલૉજી ઈવેન્ટ રદ્દ થયા છે.

આ દરમિયાન માઈક્રોબ્લૉગિંગ સાઈટ Twitterએ દુનિયાભારના પોતાના તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે ટ્વીટરમાં લગભગ 5,000 લોકો કામ કરે છે.

ટ્વીટરે પોતાના બ્લૉગમાં કહ્યું છે કે તમામ કર્મચારી ઘરેથી કામ કરે. ટ્વીટરે કહ્યું છે કે ઘરેથી કામ કરવા માટે કર્મચારીઓને પૈસા પણ મળશે અને જરૂરી સેટઅપ તૈયાર કરવા માટે પણ ફન્ડ જારી થશે.

આ ઉપરાંત કર્મચારીઓના માતા-પિતાને પણ જો કોઈ સમસ્યા થાય છે તો કંપની તેના માટે વ્યવસ્થા કરશે અને આર્થિક ચૂકવણી કરશે. ટ્વીટરે કહ્યું છે કે તમામ પ્રકારના ઈન્ટરવ્યૂ વર્ચુઅલી થશે એટલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. સાથે જ પસંદ કરાયેલા કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવાની પરવાનગી હશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી સુરક્ષાના ભાગરૂપે એપલ, માઈક્રોસૉફ્ટ, ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓએ પોતાની ઘણી ઈવેન્ટો રદ્દ કરી છે. તાજેતરમાં જ એપલે 31 માર્ચે થનારી પોતાની ઈવેન્ટને પણ રદ્દ કરી દીધી છે. આ ઈવેન્ટમાં સૌથી સસ્તો આઈફોન લૉન્ચ થવાનો હતો. જ્યારે ગુગલ અને એપલે પણ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.

0Shares