- EDUCATION, GUJARAT NEWS, slider news, Trending News

લાંબા વિવાદ બાદ લોકરક્ષક દળનું સુધારા સાથેનું પરિણામ જાહેર, કોઈને વાંધા વચકા હોય તો તે…

ગાંધીનગરઃ રાજ્ય સરકારે લોકરક્ષક દળનું સુધારા સાથે પરિણામ જાહેર કર્યું છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કર્યા બાદ જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ ઉમેદવારને આ પરિણામને લઈને કંઈ વાંધો હોય તો તેઓ રજૂઆત કરી શકે છે.

શું હતો વિવાદ

ઓગષ્ટ 2018માં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું મેરીટ 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 10 ડિસેમ્બર 2019ના રોજ સુધારા સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પરિણામમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરીટવાળી મહિલા ઉમેદવારોની બાદબાકી કરાઈ હતી. જેથી રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે ધરણા પર ઉતરી હતી. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી હતી.

0Shares