- ACHIEVERS, FEATURED NEWS, slider news, Trending News

ઈંદિરા ગાંધી-અમૃત કૌર ટાઈમની ‘સદીની 100 પ્રભાવશાળી મહિલાઓ’માં સામેલ

ટાઇમ મેગેઝિન દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાની અમૃત કૌરને પાછલી સદીની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. ટાઈમ મેગેઝિનએ ‘સ્પૉટલાઇટ્સ ઈન્ફ્લૂએશનલ વુમન હુ વર ઑફ્ટન ઓવરશૈડોડ’ નામથી એક લિસ્ટ બહાર પાડ્યું છે.

ટાઇમ મેગેઝિનએ વર્ષ 1947 અને 1976 માટે ક્રમશઃ અમૃત કૌર તેમજ ઈંદિરા ગાંધીને વુમન ઑફ ધ યર જણાવતા મેગેઝિનના વિશેષ સંસ્કરણમાં પ્રકાશિત કર્યું છે. ટાઈમ સ્ટાફ અને વિશેષજ્ઞો દ્વારા ઘણા મહીના લાંબી ચાલેલી પ્રક્રિયા બાદ 600 નોમિનેશનમાંથી 100 પ્રભાવશાળી મહિલાઓની પસંદગી કરવામાં આવી.

વુમન ઑફ ધ યર પ્રોજેક્ટને પ્રકાશિત કરવા પર, ટાઇમ મેગેઝિને જણાવ્યું હતું કે, છેલ્લા 72 વર્ષોથી અમે મેન ઑફ ધ યર છાપતા હતા, જેમાં કોઈ પ્રભાવશાળી પુરુષ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અથવા અગ્રણી ઉદ્યોગપતિનો સમાવેશ થતો હતો. વર્ષ 1999માં, તેને બદલીને પર્સન ઑફ ધ યર કરવામાં આવ્યું જેથી તે વધુ વ્યાપક અને લૈંગિક સંવેદનશીલ બની શકે, તેમ છતા પસંદ પુરૂષ જ થતા હતા.

મેગેઝિન અનુસાર, 100 પ્રભાવશાળી મહિલાઓ પ્રોજેક્ટ મારફતે તેણએ તે પ્રભાવશાળી મહિલાઓને સામે લાવવાનો પ્રયાસ કર્યો જેમની છબી ઉભરી ન શકી. આમાં એવી મહિલાઓ શામેલ છે જેઓએ તે હોદ્દાઓ પર કબ્જો કર્યો છે, જ્યાંથી ઘણીવાર પુરુષોની પસંદગી કરવામાં આવતી હતી, પરંતુ આ મહિલાઓએ તેમની સક્રિયતા અથવા સંસ્કૃતિ દ્વારા પ્રભાવ પાડ્યો છે.

આ પણ સામેલ

ડિઝાઇનર કોકો ચેનલ, લેખિકા વર્જિના વૂલ્ફ, ક્વીન એલિઝાબેથ, અભિનેત્રી માર્લિન મોનરો, પ્રિન્સેસ ડાયના, ચાઇનીઝ ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ ટુ, યુયુ, સાદાકો ઓગાટા અને મિશેલ ઓબામા.

0Shares