- ACHIEVERS, LIFE STYLE, slider news, Trending News

ક્યારે, કોણે અને કેવી રીતે કરાઈ હતી આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ મનાવવાની શરૂઆત

International Women’s Day 2020: લગભગ 110 વર્ષ પહેલા વર્ષ 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. તેનો આઈડિયા ક્લારા જેટકિન નામની એક મહિલાનો હતો. ક્લારા જેટકિન માર્ક્સવાદી થિંકર અને સામાજિક કાર્યકર્તા હતા. તે મહિલાઓના અધિકારોના સવાલ પર સતત સક્રિયા રહ્યા.

સમગ્ર દુનિયાભરમાં 8 માર્ચે વિશ્વની પ્રત્યેક મહિલાઓના સન્માન માટે ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. અલગ કીર્તિમાન સ્થાપિત કરી ચૂકેલી મહિલાઓને આ દિવસે દુનિયાભરમાં સન્માનિત પણ કરવામાં આવે છે. પરંતુ મહિલાઓના સન્માન, પ્રોત્સાહન અને સુરક્ષા આપવી જ સાતા અર્થમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે.

ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં વર્ષ 1910માં કામકાજી મહિલાઓની એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ આયોજિત થઈ. કૉન્ફરન્સમાં ક્લારા જેટકિન નામની આ મહિલાએ પહેલીવાર ઈન્ટરનેશનલ વુમેન્સ ડે મનાવવાની ભલામણ કરી હતી. લગભગ 17 દેશોની 100થી વધારે મહિલાઓ તે કૉન્ફરન્સમાં રહી હતી. આ ભલામણનું બધાએ સમર્થન કર્યું.

ત્યાર બાદ વર્ષ 1911માં સૌથી પહેલા ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો. જો કે જ્યારે ક્લારા જેટકિને મહિલા દિવસ મનાવવાની ભલામણ કરી હતી, ત્યારે કોઈ દિવસ કે તારીખ નહોતી આપવામાં આવી.

ત્યાર બાદ વર્ષ 1917ની બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન રૂસની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસની માંગ કરી. ત્યાંના સમ્રાટ નિકોલસને દબાણના કારણે પદ છોડવું પડ્યું. ત્યાર બાદ ત્યાંની વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો. રૂસના તત્કાલીન જૂલિયન કેલેન્ડરના અનુસાર, જે દિવસે મહિલાઓએ આ હડતાળ શરૂ કરી હતી ત્યારે 23 ફેબ્રુઆરીની તારીખ હતી.

ગ્રેગેરિયન કેલેન્ડરમાં આ દિવસ 8 માર્ચ હતો, ત્યાર બાદથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે મનાવવામાં આવવા લાગ્યો. વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર માન્યતા આપી. વાર્ષિક રીતે એક થીમ સાથે મનાવવાની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રએ કરી. જણાવી દઈએ કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એક થીમ હોય છે. સૌથી પહેલા મહિલા દિવસની થીમ હતી ‘સેલીબ્રેટિંગ ધ પાસ્ટ, પ્લાનિંગ ફૉર ધ ફ્યૂચર.’

0Shares