- EDUCATION, GUJARAT NEWS, slider news

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ…

આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા આજથી શરૂ થઈ છે. સમગ્ર રાજ્યમાંથી 17.53 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની આપશે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડના નિર્દેશ અનુસાર બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી અને પરીક્ષાના દસ્તાવેજોમાં ચેડાં કરનાર દોષિતોને પાંચ વર્ષની કેદ અથવા રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ તેમજ બંને શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ગખંડો CCTVથી સજ્જ

પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી 59733 પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા 294 કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવશે.

ખંડમાં બૂટ, ચપ્પલ, મોજાની નો-એન્ટ્રી

પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી બૂટ, ચપ્પલ, મોજા પહેરીને નહીં જઈ શકે એટલે કે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ બ્લોક બહાર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર પર જ કાઢી આપશે રિસિપ્ટ

જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં રિસિપ્ટ ભૂલી જાય તો તેને ઓનલાઈન રિસિપ્ટ કેન્દ્ર પર જ કાઢી આપવાની સૂચના શિક્ષણ વિભાગે આપી છે.

17.53 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા

આ વર્ષે રાજ્યભરમાંથી લગભગ 17.53 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. એમાંથી 1 લાખ 96 હજાર જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદમાંથી પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક તરેદારીના પગલા લેવામાં આવ્યા છે.

બ્લોક પાસે મુકાશે પશ્ચાતાપની પેટી

દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક પાસે એક પેટી રાખવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કાપલી અથવા કોઈ પ્રકારનું સાહિત્ય લઈને આવ્યો હોય અથવા તો ભૂલથી સાથે રહી ગયું હોય તો તે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરતા પહેલા આ પેટીમાં મુકી શકશે. આ પેટીને પશ્ચાતાપની પેટી નામ આપવામાં આવ્યું છે.

0Shares