- ACHIEVERS, slider news, SPORTS

16 વર્ષની આ છોકરી બની 10 વિકેટ લેનારી પહેલી મહિલા ક્રિકેટર, જુઓ VIDEO

ચંડીગઢની 16 વર્ષની પેસ સનસની કાશવી ગૌતમે u-19 વનડે ટ્રૉફી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા એક સાથે ઘણા રેકૉર્ડ બનાવી નાખ્યા. કાશવીએ મંગળવારે આંધ્રપ્રદેશના કડપ્પમાં અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ રમતા 10 વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવતા ઘણા રેકૉર્ડ બનાવ્યા.

કાશવીના આ શાનદાર પ્રદર્શનના કારણે ચંડીગઢે અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ 161 રનની મોટી જીત નોંધાવી હતી. આ મેચમાં કાશવીએ ફક્ત 12 રન જ આપીને સમગ્ર 10 વિકેટ લીધા. તેની સાથે જ તેના નામે એક હેટ્રિક પણ રહી. એટલું જ નહીં કાશવીએ બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 49 રનની ઈનિંગ પણ રમી.

કાશવીની આ ઉપલબ્ધિને આઈસીસીએ પણ સલામ કરી અને ટ્વીટમાં તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો. આઈસીસીએ પોતાના ટ્વીટમાં કહ્યું, ‘u19 વનડે ટ્રોફીમાં ચંડીગઢની કાશવી ગૌતમ, 16એ, કંઈક શાનદાર ઈનસ્વિંગર ફેંક્યા અને 12 રન આપીને 10 વિકેટ લેતા અરૂણાચલ પ્રદેશને 15 પર સમેટી દીધું. શું પ્રતિભા છે. આપણે તેને ટીમ ઈન્ડિયામાં કેટલા દિવસ બાદ લાવી શકશું.’

આ મેચમાં ચંડીગઢે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટ ખોઈને 186 રન બનાવ્યા હતા. ટીમની કેપ્ટન કાશવીએ ફક્ત 68 બોલમાં 49 રનની ઈનિંગ્સ રમી.

0Shares