- GUJARAT NEWS

ડીસા ભાજપમાં ભડકોઃ ન.પા ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોના રાજીનામાં

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળે છે. હાલમાં જ વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યોની નારાજગી બહાર આવી હતી. આમ હજી રાજ્ય હાઇકમાન્ડ દ્વારા તેઓને મનાવાની કામગીરી પુરી થઇ ત્યાં ફરી ડીસા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.

બનાસકાંઠાના ડિસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જો કે આજરોજ નગરપાલિકાના ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોના રાજીનામાં પડતાં ગાંધીનગર સુધી પડઘા જોવા મળ્યાં છે.

એક મળતાં અહેવાલ મુજબ ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક ખેંચતાણ જોવા મળી રહી હતી. જો કે આ અંગે સભ્યોએ મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરી હતી.

જો કે તેમ છતાં કોઇ પગલા લેવામાં ન આવતા નગરપાલિકા ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોએ રાજીનામાં આપતાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે.

0Shares