- ECONOMY

ખુશખબરઃ સોના-ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો કિંમત

મંગળવારના રોજ સોના અને ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આમ હવે લગ્નની સીઝન માટે સોનું લેવા માટે સારો સમય છે. સોનાની 10 ગ્રામની કિંમતમાં 954 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

જેને લઇને દિલ્હીમાં સોનાનો ભાવ 43,549 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. ડોલરની સરખામણી રૂપિયો મજબૂત જોવા મળતાં સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.

આટલી સસ્તી થઇ ચાંદી
ચાંદીની વાત કરીએ તો, મંગળવારના રોજ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીમાં 80 રૂપિયા ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે ચાંદીનો ભાવ 49,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે.

સોનું સસ્તું કેમ થયું
વિશ્લેષકના મત અનુસાર ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો જેના કારણે સોનું સસ્તુ થયું છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું 954 રૂપિયા સસ્તુ થયું છે. આજે ડોલરની સરખામણીએ રૂપિયો 16 પૈસની મજબૂત સાથે કારોબાર કરી રહ્યો હતો.

વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો આ હતી કિંમત
વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો સોનાની કિંમત 1,648 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદીની કિંમત 18.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.

0Shares