- NATIONAL NEWS, slider news

ટ્રમ્પે CAA ને બતાવ્યો ભારતનો આંતરિક મુદ્દો, દિલ્હી હિંસા પર કોઇ વાત નહીં

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કહ્યું કે મારું જેવું સ્વાગત થયું છે તેવું કોઇનું થયું નથી. ટ્રમ્પે કહ્યું કે અમે દ્વિપક્ષીય વાર્તામાં ધાર્મિક સ્વતંત્રતા પર વાત કરી. આ સાથે ટ્રમ્પે કહ્યું કે CAA મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે.

ટ્રમ્પે કહ્યું કે ભારત-અમેરિકા વચ્ચે સંબંધો સારા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઇ છે. આતંકવાદને રોકવા માટે અમે ઘણા પગલા ભર્યાં છે.

ટ્રમ્પ સાથેની પત્રકાર પરિષદમાં દિલ્હી હિંસા પર સવાલ પૂછવામાં આવતાં ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ આ મુદ્દા પર કોઇ વાત કરી નથી. ટ્રમ્પે કહ્યું બાકી દેશોની સરખામણીમાં ભારત વધુ ધાર્મિક છે.

H-1B વીઝા પર ટ્રમ્પે કહ્યું કે આ અંગે પીએમ મોદી સાથે વાતચીત થઇ હતી. આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમેરિકા ભારતની સાથે છે. આતંકવાદને લઇને પીએમ મોદી ઘણા સશક્ત છે. અમે ઇચ્છીએ છીએ ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે.

આર્ટીકલ 370 ભારત-પાકિસ્તાન બે દેશ વચ્ચેનો મામલો છે. CAA પર ટ્રમ્પે કહ્યું કે તેના પર ભારત પોતે નિર્ણય લેશે. તે ભારતનો આંતરિક મામલો છે. આ મુદ્દા પર પીએમ મોદી સાથે કોઇ વાતચીત થઇ નથી.

0Shares