- Uncategorized

રાજપીપળાઃનશાની હાલતમાં ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક રેલિંગ તોડી દિવાલમાં ઘૂસ્યો

રાજપીપળાના ભરબજાર વિસ્તારમાંથી એક ટ્રક ચાલકે દારૂના નશામાં જોખમકારક રીતે ચલાવી સફેદ ટાવર પાસે ડ્રીલીંગ પાસેની દિવાલમાં ઘુસાડી દેતાં દીવાલ અને લોકાર્પણની તખ્તી તોડી નુકસાન કરતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે વાહનો ભરચક વિસ્તારમાં કેટલાંય વાહનો અને રાહદારીઓ ટ્રકચાલકથી આબાદ બચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી સામાન ભરીને મહારાષ્ટ્રના ધુલિયા શિરપુર રહીશ ઝૂબેર શેખ નામના ચાલક દારૂ નશામાં ધૃત હતો. નશામાં ટ્રક ચલાવી રાજપીપલા શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે સફેદ ટાવર પાસે રેલિંગની દીવાલનો એક ભાગ તોડી નાખ્યો હતો.

જો લોકો એ બૂમો ના પાડી હોત તો હાઇમાસ્ટર ટાવર પણ તોડી નાંખ્યો હોત. જો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એકાદ-બે લોકો અડફેટમાં આવી ગયા હોત. જોકે સ્થાનિક રાહદારીઓએ તેને નીચે ઉતારી બાજુમાં બેસાડયાં બાદ અન્ય એક રાહદારીએ ટ્રક સાઈડ પર મૂકી સ્થાનિક ટ્રાફિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નસાની હાલતમાં ચાલકની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

0Shares