- SPORTS, Trending News

ક્યારે મેદાનમાં પાછા આવશે ધોની? IPL-2020ને લઈ આવ્યું આ મોટુ અપડેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં મેદાન પર દેખાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સીઝન-13ની પહેલા તે ટીમના પ્રેક્ટિસ સેશનમાં સામેલ થશે. ધોની ટીમના અન્ય ખેલાડીઓની સાથે ચેન્નઈમાં 2 માર્ચથી પરસેવો વહાવશે.

ગયા વર્ષે જૂન-જુલાઈમાં આઇસીસી વર્લ્ડ કપ પછી, 38 વર્ષીય ધોનીના ક્રિકેટ ભવિષ્ય વિશે સતત અટકળોનો દોર જારી રહ્યો. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે આગામી આઈપીએલ માટે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેના પ્રેક્ટિસ સેશનનો ભાગ હશે.

આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઇમાં થશે. સીએસકેના સીઇઓ કે એસ વિશ્વનાથને કહ્યું કે ધોની ઉપલબ્ધ ખેલાડીઓ સાથે તાલીમ લેશે, જ્યારે ટીમની સંપૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચથી શરૂ થશે.

સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતીય કેપ્ટન ધોની સુરેશ રૈના અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ સાથે બે અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરશે તેવી અપેક્ષા છે. આ પછી તે વિરામ લેશે અને પછી પાછો આવશે. રૈના અને રાયડુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચેન્નાઈમાં તાલીમ લઈ રહ્યા છે.

વર્ષના પ્રારંભમાં (16 જાન્યુઆરી) ધોનીને બીસીસીઆઈ દ્વારા કરારની સૂચિમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ધોનીએ તેના ભાવિ અંગેની અટકળો વચ્ચે રાંચીમાં તેની હોમ ટીમ ઝારખંડ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ રીતે, તેમણે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાને તૈયાર રાખવાનો સંકેત પણ આપ્યો હતો.

ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયનના અનુભવી પીયૂષ ચાવલા, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ, ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેન અને તામિલનાડુના ડાબા હાથના સ્પિનર આર.સાઈ કિશોરની ગયા ડિસેમ્બરમાં યોજાયેલી હરાજી દરમિયાન પસંદગી કરવામાં આવી હતી.

0Shares