- CURRENT AFFAIRS, EDUCATION, slider news, Trending News

જુઓ PHOTO: હેપ્પીનેસ ક્લાસમાં ચાંદલા સાથે દેખાયો મેલાનિયાનો ભારતીય અંદાજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ મંગળવારે હેપ્પીનેસ ક્લાસના એક સત્રમાં ભાગ લેવા દક્ષિણ દિલ્હીની એક સરકારી શાળામાં પહોંચ્યા હતા. ઉત્સાહિત વિદ્યાર્થીઓએ મેલાનિયાને પરંપરાગત રીતે તેમનું ફુલોનો હાર પહેરાવીને અને તેના કપાળ પર એક ટીકો કરીને સ્વાગત કર્યું.

મેલાનીયાને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ સારી રીતે આવકાર્યા હતા. મેલાનીયા પહોંચે તે પહેલા જ શાળાને વિશેષ રીતે શણગારવામાં આવી હતી. પોલીસે અહીં સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી હતી. સ્કૂલના ગેટથી લઈ અને અંદરની બધી જગ્યાએ સજ્જાવટ કરવામાં આવી હતી.

બાળકોને મળ્યા પછી મેલાનિયાએ કહ્યું, નમસ્તે! આ ખૂબ જ સુંદર શાળા છે. પરંપરાગત નૃત્ય પ્રદર્શન સાથે મારું સ્વાગત કરવા બદલ આભાર. ભારતની આ મારી પ્રથમ મુલાકાત છે, અહીંના લોકો ખૂબ જ સ્વાગત કરનારા અને દયાળુ છે.

સરકારી શાળાની આજુબાજુની દિવાલો પર આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું જ્યારે શાળાની બાઉન્ડ્રી એવી રીતે ઢંકાયેલું હતું કે, બહારથી સ્કૂલની અંદર કંઈ દેખાય નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેલાનિયા બે વર્ષ પહેલાં શરૂ થયેલા આ ક્લાસને જાણવા અને સમજવા માંગતા હતા. બાળકોની સંખ્યા, શિક્ષકોની સંખ્યા અને અન્ય માહિતી યુએસ એમ્બેસીને પહેલેથી જ મોકલવામાં આવી ચૂકી હતી.

દિલ્હી સરકારે બે વર્ષ પહેલા નર્સરીથી આઠમા ધોરણ સુધી આ હેપ્પીનેસના આ ક્લાસની શરૂઆત કરી હતી. આનો હેતું બાળકોનો તણાવ ઓછો કરવો અને તેમને ખુશખુશાલ વાતાવરણમાં અભ્યાસ કરવાનો છે. આ વર્ગ પછી કોઈ લેખિત પરીક્ષા નથી હોતી પરંતુ હેપ્પીનેસ ઈન્ડેક્સથી બાળકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ક્લાસમાં બાળકોને કહાનીઓ અને રમતો દ્વારા શીખ આપવામાં આવે છે.

0Shares