- LIFE STYLE, slider news, Trending News

કમર પરથી રાતોરાત ઓગળી જશે ચરબી, બસ નિયમિત કરો આ કામ

બદલાતી જીવનશૈલી સાથે લોકોમાં પણ ઘણા ફેરફારો આવે ચે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે અને એવામાં દરેક બીજી વ્યક્તિની મોટી સમસ્યા છે વધતું વજન. જો કે આ સમસ્યાનું સમાધાન ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારી હડબડીવાળી જીવનશૈલી પર પૂર્ણવિરામ લગાવીને પોતાને થોડો સમય આપશો. જો તમે તમારા સ્વાસથ્યને લઈ સજાગ છો અને નિરોગી જીવન વિતાવવા માંગો ચો તો યોગ તમારી પૂરી મદદ કરશે.

પવનમુક્તાસન

કમરના બળે સૂઈ જાઓ અને શ્વાસને ભરતા પોતાના બંન્ને પગોને ઉપર ઉઠાઓ. પછી શ્વાસને છોડતી વખતે પોતાના બંન્ને પગોને વાળી લો અને હાથથી બંન્ને પગોને પેટ પર અધિકતમ દબાણ આપતા કસીને દબાવો. પછી શ્વાસ લઈ અને શ્વાસ છોડતી વખતે પોતાના માથાને ઉઠાઓ અને નાકને ઘુંટણ વચ્ચે રાખો. 60થી 90 સેકન્ડ સુધી આ પોજિશનમાં બન્યા રહો. ત્યાર બાદ શ્વાસ છોડતા પરત આવો.

ચક્રાસન

કમરના બળે યોગ મેટ પર સીઈ જાઓ. પોતાના બંન્ને પગોને વાળી દો અને પોતાના બંન્ને હાથોની હથેળીઓને ખભાની નીચે રાખો. શ્વાસને ભરો અને શ્વાસને છોડતા પોતાના શરીરની નીચેના ભાગને ઉપર ઉઠાઓ. પછી શ્વાસને ભરતા પોતાના શરીરના ઉપરી ભાગને ઉઠાઓ. 60થી 90 સેકન્ડ સુદી આ આસનમાં રોકાઓ. પછી શ્વાસને છોડતા છોડતા પહેલા શરીરની નીચેના બાગ તેમજ બાદમાં ઉપરી ભાગને નીચે લાવો.

ઉત્તાનપાદ આસન

કમરના બળે યોગ મેટ પર સૂઈ જાઓ અને શ્વાસને ભરતી વખતે પોતાના બંન્ને પગોને 30 ડિગ્રીએ ઉઠાઓ. 20થી 30 સેકેન્ડ સુધી શ્વાસ રોકીને આ આસનમાં રોકાઓ. શ્વાસને છોડતા બંન્ને પગોને 45 ડિગ્રી સુધી ઉઠાઓ. 20થી 30 સેકન્ડ સુધી શ્વાસને રોકતા આ આસનમાં રોકાઓ. ત્યાર બાદ આ પ્રકારે 60 અને 90 ડિગ્રીનો પણ અભ્યાસ કરો. પછી શ્વાસને છોડતા છોડતા પાછા આવો. તેનો ત્રણ વખત અભ્યાસ કરો.

નૌકાસન

પીઠના બળે સીધી સૂઈ જાઓ. ગાઢ લાંબો શ્વાસ લો તેમજ શ્વાસ છોડતા સમયે બંન્ને પગોને 45 ડિગ્રી તેમજ હાથોને માથાની ઉપર સુધી ઉઠાઓ. 45થી 60 સેકન્ડ સુધી આ આસનમાં રોકાઓ.

દ્વિચક્રિક આસન

બંન્ને પગોને 90 ડિગ્રીમાં ઉઠાઓ. ગાઢ ઉંડો શ્વાસ લો તેમજ શ્વાસ છોડતી વખતે પગોને 20થી 30 વખત એક સાતે ગોળ-ગોળ ફેરવો. પચી પગોને આરામથી નીચે રાખો. બીજીવાર શ્વાસ ભરતા પગોને ઉઠાઓ અને શ્વાસને છોડતા એક સાથે ગોળ-ગોળ વિપરીત દીશામાં 20થી 30 વાર ફેરવો.

નોંધઃ કોઈ પણ યોગાસન કરતા પહેલા તેની તાલિમ લેવી જરૂરી છે. યોગ્ય જાણકારી ન હોય તો તેની આડઅસર પણ થઈ શકે છે, માટે જાણકારની સલાહ લેવી.

0Shares