- ENTERTAINMENT, slider news, Trending News

VIDEO: દિશા પટણીના બૉડીગાર્ડે કેમેરા સામે કરી એવી હરકત કે મેનેજરે માંગવી પડી માફી

દિશા પટનીની તાજેતરમાં ફિલ્મ મલંગ રિલીઝ થઈ છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કલેક્શન કર્યું નથી. આ ફિલ્મમાં તે આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળી હતી. દિશાની આ બીજી ફિલ્મ હતી જેમાં તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી અને દર્શકોએ તેને પસંદ પણ કરી. હવે દિશા પાસે વધું એક મોટી ફિલ્મ ‘રાધે’ છે.

આ ફિલ્મમાં દિશા, સલમાન ખાન સાથે જોવા મળશે. દિશા હવે એક સફળ અભિનેત્રી બનવાની કતારમાં છે. તાજેતરમાં જ દિશા એક મોટા કારણે ચર્ચામાં આવી ગઈ. હકીકતમાં, દિશાને હંમેસા કોઈ પાર્ટી, ઈવેન્ટ, શૉપિંગ કે રેસ્ટોરન્ટમાં જોવામાં આવે છે. મીડિયા પણ તેને ખૂબ ફૉલો કરે છે.

રવિવારે દિશા ફરવા માટે નિકળી. તે સમયે તેનો બૉડીગાર્ડ પણ હતો. દિશાને જોતાની સાથે જ મીડિયાએ તેમની તસ્વીરો લેવાની શરૂ કરી દીધી. ત્યારે એક ફોટોગ્રાફર દિશા પટનીના બૉડીગાર્ડના ગુસ્સાનો શિકાર થઈ ગયો. નાની વાત એટલી વધી ગઈ કે ધક્કા-મુક્કા સુધી પહોંચી ગઈ.

બાદમાં મામલો શાંત થઈ ગયો અને એક્ટ્રેસના મેનેજરે માફી માંગી લીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ઈત રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે દિશા કોઈ વેન્યૂમાંતી બહાર નિકળી રહી છે, તેનો બૉડીગાર્ડ તેની આગળ ચાલી રહ્યો છે ત્યારે એક કેમેરામેન દિશાની ગાડી તરફ આવે છે અને તેનો પોટો લેવાનો પ્રયાસ કરે છે.

0Shares