- LIFE STYLE, slider news, Trending News

એક વર્ષ જુનો ડ્રેસ પહેરીને ભારત આવી ઈવાન્કા, જાણો કેટલી છે કિંમત

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગળે લાગીને ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ સમય દરમિયાન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ભારત મુલાકાત હોવાથી તેઓ પરિવાર સાથે ભારત આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ચરખો કાંત્યો હતો.

આ વિશેષ પ્રસંગે લોકોની નજર ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા અને ઈવાન્કા પર રહી હતી. જો કે, એક ખૂબ જ ખાસ વસ્તુ પર લોકોએ ધ્યાન ભાગ્યે જ કેન્દ્રીત કર્યું હશે. ભારતના પ્રવાસે બીજી વખત આવેલી ઈવાન્કાએ લાઈટ બ્લૂ અને લાલ રંગની મિડી ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈવાન્કાનો આ ડ્રેસ લગભગ એક વર્ષ જૂનો છે.

ઈવાન્કા વર્ષ 2019માં પણ આ ડ્રેસમાં જોવા મળી છે. ગયા વર્ષે આર્જેન્ટિનાની યાત્રા દરમિયાન તેણે આ ફ્રોક સૂટ પહેર્યો હતો. ઈવાન્કાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત આશરે 1,71,331 રૂપિયા (યુએસ $ 2,385) હોવાનું કહેવાય છે. આર્જેન્ટિના પ્રવાસ દરમિયાન તેની હેરસ્ટાઇલ પણ થોડી અલગ હતી. તે સમયે ઈવાન્કાની હેરસ્ટાઈલ બેબી કટ હતી અને આજે તેના વાળ થોડા લાંબા છે. એરપોર્ટ પર ટ્રમ્પ પરિવારનો પહેલો લુક પણ જોવા મળ્યો હતો. ડોનાલ્ટ ટ્રમ્પે બ્લેક કલરના સૂટ સાથે લીંબુ યલો કલરની ટાઇ પહેરી હતી.

ટ્રમ્પની ટાઇનો રંગ પણ એક અલગ વાર્તા કહે છે. લીંબુ પીળા રંગને પશ્ચિમી દેશોમાં આશાનું પ્રતીક માનવામાં આવે છે. મતલબ કે ટ્રમ્પને ભારત તરફથી ઘણી અપેક્ષાઓ હશે.

તમને જણાવી દઈએ કે મેલેનિયાની સફેદ જમ્પસૂટ હર્વે પિયર નામના એક પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. મેલેનિયાના કમર પર જે બ્રોકેટ ફેબ્રિક બેલ્ટ બાંધેલી છે તેના વિશે ડિઝાઇનરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે.

પિયરના જણાવ્યા અનુસાર, આ કમરબંધ બેલ્ટ ભારતીય વસ્ત્રોનો એક ભાગ છે, જે 20મી સદીમાં ખૂબ જ પ્રખ્યાત હતો. પેરિસમાં તેમના એક મિત્રએ તેમને આ ખાસ ડ્રેસ વિશે કહ્યું હતું.

0Shares