- વાત સરકારની

દરેક બાળક ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તેવો રાજ્ય સરકારનો ધ્યેયઃ નાયબ મુખ્યમંત્રી

તા-20-02-2020 ધોળકા એજ્યુકેશન સોસાયટીની સ્થાપના વર્ષ 1945માં થઇ ત્યારથી ધોળકાના શૈક્ષણિક ઇતિહાસમાં સીમાચિન્હરૂપ પરિવર્તન આવ્યું છે. કુશળ વહીવટના ભાગરૂપે આજે ત્રણ કોલેજ, બે હાઈસ્કૂલ, ત્રણ પ્રાથમિક શાળા અને બે બાલમંદિર સહિત 10 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વર્ષ 1961માં સ્થપાયેલ શાહ સી.જે. કોલસાવાળા હાઈસ્કૂલના નવનિર્માણ પામેલ નવીન ભવનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણા વડવાઓ શિક્ષણ મેળવવા ઘણા બધા કિલોમીટર સુધી ચાલીને એક ગામથી બીજા ગામ જતા હતા. જયારે આજે દરેક બાળકને ઘર આંગણે જ નજીકમાં શિક્ષણ મેળવવું સરળ બન્યું છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓમાં સરકારના આર્થિક સહયોગ સાથે અનેક દાતાઓના સહયોગથી ગુજરાતની વિકાસની યાત્રા અવિરત આગળ વધી રહી છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, 1960થી 1966 દરમિયાન મેં અહીં જ શિક્ષણ મેળવ્યું છે અને આ જ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી છે. દાતાઓને અભિનંદન આપતાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ પ્રતિ માતબર દાન આપીને આ દાતાઓ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

આ પ્રસંગે નવનિર્માણ પામેલ ભવનને રૂપિયા ૨૧ લાખનું દાન આપનાર મુખ્ય દાતા હેમંતભાઈ કોલસવાલા, રૂપિયા ૮ દરેક બાળક લાખના દાતા નવનીતભાઈ ચોક્સી, સાથે અન્ય ૧૦ દાતાઓનું તથા શાળાના પૂર્વ આચાર્ય, વિધાર્થીઓનું સાલ ઓઢાડીને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કાનજીભાઈ એન. પટેલ, શાળાના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

0Shares