- Uncategorized

બગસરાઃ હડાળા ગામના ખેડૂતે એપલ બોરની ખેતી કરી મેળવી મબલખ કમાણી

અમરેલી જિલ્લામાં ખેડૂતો અવનવા પાકોની ખેતી કરતા હોય છે, ત્યારે બગસરાના હડાળા ગામના એક ખેડૂતે એપલ બોરની ખેતી કરી સારી ઉપજ મેળવીને અન્ય ખેડૂતોને પણ એક નવો રાહ ચિંધ્યો છે.

બગસરા તાલુકાના હડાળા ગામે એક ખેડૂત એપલ બોરનું વાવેતર કરીને મબલખ પાક મેળવીને દરરોજનું 5000 જેવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. ખેડૂતે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ પછી મગફળી અને કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો હતો. તેવા સમયે અમે અવનવી ખેતી કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. તે સમયે અમે એપલ બોરનું વાવેતર કર્યું હતું. હાલ એપલ બોરની સારી ઉપજ થઈ છે. એપલ બોને સુરત, અમદાવાદ સહિતના શહેરમાં પણ મોકલવા આવી રહ્યાં છે

0Shares