- GUJARAT NEWS, Trending News, અમદાવાદ, સાહિત્ય

માતૃભાષાનું ગૌરવ વધારતી માતાઓનું કરાયું સન્માન

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રાર્થના ખંડ, ચી.ન.વિદ્યાવિહાર ખાતે માતૃભાષાનું ગૌરવ વધારતી માતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો. આ માતાઓનું સન્માન સિંધી ભાષાના મુર્ધન્ય સર્જક શ્રી વાસુદેવ મોહિના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમને તાજેતરમાં જ સરસ્વતી સન્માન આપવાની જાહેરાત થઈ છે.

આ સમારોહમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલે હાજરી આપી કાર્યક્રમમાં ઉત્સાહનો વધારો કર્યો હતો. કાર્યક્રમના આયોજકો દ્વારા સી.કે. પટેલનું સાલ ઓઢાડી તમેજ ચરખો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આ કાર્યક્રમના આયોજકો રમેશ તન્ના (વિશ્વ ગુજરાતી સંગઠન, પ્રમુખ), પ્રમોદ શાહ (ધર્મ જાગૃતિ સંગઠન, પ્રમુખ) તેમજ કિરીટભાઈ જોશી (ચી.ન.વિદ્યાવિહાર) દ્વારા જેમણે પોતાનાં સંતાનોને માતૃભાષા ગુજરાતીમાં ભણાવીને માતૃભાષાનું જતન અને સંવર્ધન કર્યું છે તેવી માતાઓનું સન્માન કરવાના આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

0Shares