- SPORTS, Trending News

Asia XI માટે BCCIએ મોકલ્યા આ ખેલાડીઓના નામ

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને Asia XI ટીમ માટે વિરાટ કોહલી, શિખર ધવન, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવનાં નામ મોકલ્યા છે. બાંગ્લાદેશ તેના સ્થાપક શેખ મુજીબર રહેમાનની 100મી વર્ષગાંઠ પર Asia XI અને World XIની વચ્ચે ઢાંકામાં શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં બે ટી-20 મેચનું આયોજન કરી રહ્યું છે, જે 18 અને 21 માર્ચે રમાશે. આ કેસ સાથે સંકળાયેલા એક સૂત્રએ આઈએએનએસને જણાવ્યું હતું કે, ગાંગુલીએ ખેલાડીઓની ઉપલબ્ધતા જોઇને જ બીસીબીને નામો મોકલ્યા હતા.

સૂત્રએ જણાવ્યું કે, ‘ગાંગુલીએ ખેલાડીઓની ઉપલબ્ધતા જોઇને જ બીસીબીને નામો મોકલ્યા છે. કોહલી, શમી, ધવન અને કુલદીપ એશિયા ઇલેવનની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. નામો મોકલવામાં થોડો સમય થયો છે, કેમ કે બાંગ્લાદેશ બોર્ડને ટીમને તૈયાર કરવા માટે BCCI પાસેથી ખેલાડીઓના નામની યાદીની જરૂર હતી. શરૂઆતમાં થોડી શંકા હતી કે તેમાં કયા ખેલાડીઓ રમશે, કારણ કે ઉપખંડનો ભાગ હોવાના કારણે, પાકિસ્તાનના ખેલાડીઓ પણ ટીમમાં રમશે અને ભારત-પાકિસ્તાન સંબંધો અત્યારે સારા નથી.

બીસીસીઆઈના સહાયક સચિવ જયેશ જ્યોર્જે સ્પષ્ટ કર્યું હતું કે આ મેચ માટે પાકિસ્તાનના ખેલાડીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે, ‘અમને જ્યાં સુધી ખબર છે તે પ્રમાણે Asia XIમાં કોઈ પાકિસ્તાની ખેલાડી નહીં હોય.

જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) કહ્યું હતું કે, આ BCB દ્વારા PCB ઉપર BCCIને પ્રાધાન્ય આપવાની વાત નથી. પરંતુ પાકિસ્તાની ખેલાડીઓએ આ મેચથી પોતાને દૂર રાખ્યા છે, કારણ કે તેઓ પાકિસ્તાન સુપર લીગ (PSL) માં વ્યસ્ત રહેશે.

0Shares