- FEATURED NEWS, slider news, Trending News

શું તમે જાણો છો? કોણ છે ટ્રમ્પની ત્રીજી પત્ની મેલેનિયા, ન્યૂડ ફોટોશૂટને કારણે થઈ હતી ફેમસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારથી જ વિવાદોમાં રહ્યા છે. પરંતુ તેમની ત્રીજી પત્ની અને યુ.એસ. ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પની સુંદરતાના લોકો દીવાના છે. આજે તેમના વિશે કેટલીક ખાસ વાતો અમે આપને જણાવીશું…

મેલેનિયા ટ્રમ્પનો જન્મ અમેરિકામાં નથી થયો

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન થયા પછી મેલેનિયાને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું અને તેઓ અહીં કાયમી નાગરિક બની ગયા. મેલેનિયા ટ્રમ્પનો જન્મ 26 એપ્રિલ 1970ના રોજ સ્લોવેનિયામાં થયો હતો. મેલેનીયાએ 16-17 વર્ષની વયે મોડેલિંગ શરૂ કર્યું હતું.

ટ્રમ્પની ત્રીજી પત્ની છે

મેલેનિયા ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી પત્ની છે. તમની સાથે મેલેનિયાની મુલાકાત 1998માં ન્યૂયોર્કમાં ચાલી રહેલા ફેશન વીકમાં થઈ હતી. તે સમયે તેઓ માર્લા મેપલ્સના પતિ હતા, પરંતુ તેઓ માર્લા મેપલ્સથી અલગ રહેતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે શરૂઆતમાં મેલેનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો ફોન નંબર આપવાની પણ ના પાડી હતી.

થોડા સમય પછી બંન્નેની વાતો આગળ વધી પણ મેલેનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પથી અંતર રાખ્યું. પછી થોડા વર્ષો પછી, 1999માં એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે મેલેનિયા સાથેના પોતાના સંબંધોને સ્વીકાર્યા. તે સમયે મેલેનિયા તેમની સાથે રિફોર્મ પાર્ટી પ્રેસિડેંશિયલ નોમિનેશનમાં તેમનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશે કહ્યું, ‘અમારી ટ્યુનિંગ ઘણી સારી છે. અમારી વચ્ચે ક્યારેય વાદ-વિવાદ થતો નથી. લડાઈ શબ્દને જ અમે ભૂલી ગયા છીએ. અમે એક સાથે છીએ અને એકબીજા માટે જ બન્યા છીએ.

2016 માં ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી આવ્યા બાદ મેલેનીયાએ તેમના પ્રચારમાં કહ્યું હતું કે, ‘મેં ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણી લડવાની પ્રેરણા આપી હતી. હું જાણું છું કે તેઓ અમેરિકાના લોકોને કેટલો પ્રેમ કરે છે અને તેઓ તેમના માટે ઘણું બધુ કરી શકે છે.’

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા પહેલા મેલેનિયાનું નામ મેલેનિયા નોસ હતું. 2005માં તેમના લગ્ન બાદ તે મેલેનિયા ટ્રમ્પ બન્યા. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્ની ઈવાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરથી મેલેનિયા ટ્રમ્પ 8 વર્ષ નાના છે. મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પના લગ્નમાં બિલ અને હિલેરી કિલંટન પહોંત્યા હતા. તે સમયે મેલેનિયા ટ્રમ્પે એક લાખ ડોલરનો ડ્રેસ પહેર્યો હતો, જેને બનાવવા માટે 550 કલાકનો સમય લાગ્યો હતો.

મેલેનિયા યુગોસ્લોવાકિયામાં મોટા થયા છે અને પાંચ ભાષાઓ સ્લોવેનિયન, અંગ્રેજી, ફ્રેન્ચ, સર્બિયન અને જર્મન બોલી શકે છે. અમેરિકાના ઇતિહાસમાં ન્યુડ ફોટોશૂટ કરાવનાર તેઓ પ્રથમ મહિલા છે. એક ફ્રેન્ચ ભાષાના મેગેઝિન માટે મેલેનિયાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.

0Shares