- TECHNOLOGY, Trending News

આ ફીચર વાપરવા માટે ફેસબુક તમને આપશે પૈસા, જાણો વિગતવાર

એક તરફ જ્યાં સમગ્ર દુનિયામાં સ્માર્ટ સ્પીકર દ્વારા વૉઈસ રેકૉર્ડિંગને લઈ એક ચર્ચા થઈ રહી છે, જ્યારે બીજી તરફ ફેસબુકે પોતાના પ્રોનાઉન્સિએશન્સ પ્રોગ્રામને લૉન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત યુઝર્સને વૉઈસ રેકૉર્ડિંગ માટે પૈસા આપવામાં આવશે. આ પ્રોગ્રામની મદદથી ફેસબુક પોતાની સ્પીચ રિકૉગ્નિશન ટેક્નોલૉજીને સારી બનાવશે.

ફેસબુકનો આ પ્રોગ્રામ તેના વ્યૂ પ્વૉઈન્ટ માર્કે રિસર્ચ પર ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ માટે તમને એક ટેસ્ટ પણ આપવો પડશે. જો તમે ટેસ્ટમાં પાસ થશો તો આ પ્રોગ્રામમાં તમને સામેલ કરવામાં આવશે.

આ પ્રોગ્રામ અંતર્ગત તમને હે પોર્ટલ સાથે ફેસબુરની ફ્રેન્ડલિસ્ટમાંથી પોતાના કોઈ મિત્રનું પહેલું નામ બોલીને રેકૉર્ડ કરવાનું રહેશે. ત્યાર બાદ આ પ્રક્રિયાને 10 મિત્રોના નામ સાથે દોહરાવવી પડશે.

રેકૉર્ડિંગનો એક સેટ પૂરો થવા પર ફેસબુક તમને 200 પ્વૉઈન્ટ આપશે. 1,000 પ્વૉઈન્ટ થયા બાદ તમને PAYPAL મારફતે 5 ડૉલર એટલે કે લગભગ 359.92 રૂપિયા મળશે. એવામાં જોવામાં આવે તો 1,000થી ઓછા પ્વૉઈન્ટ થવા પર તમે રીડિમ નહીં કરી શકો.

આ રેકૉર્ડિંગને લઈ ફેસબુકનું કહેવું છે કે વૉઈસ રેકૉર્ડિંગના યુઝર્સની પ્રોફાઈલ સાથે કનેક્ટ નહીં કરવામાં આવે. ફેસબુકનો આ પ્રોગ્રામ હાલ અમેરિકામાં જ ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામમાં 18 વર્ષથી વધારે ઉંમરના યુઝર્સ ભાગ લઈ શકે છે.

0Shares