- Uncategorized

મોરબીઃ આર્થિક સંકળામણના કારણે યુવકે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

મોરબી શહેરમાં એક યુવકે આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ પર આવેલી તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ કુંવરજીભાઈ જીવાણી (ઉ.વ 45)એ ઝેરી આર્થિક સંકળામણના કારણે દવા પીને આપઘાત કરી લીધો હતો.

પરિવાર દ્વારા દિનેશભાઈને સારવાર અર્થે કિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

0Shares