- GUJARAT NEWS

મોરબીઃ મચ્છુ ડેમમાંથી મળ્યા માતા-પુત્રના મૃતદેહ, પોલીસે શરૂ કરી તપાસ

મોરબીના મચ્છુ ડેમમાંથી માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માતા-પુત્રએ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના મચ્છુ ડેમમાંથી ગીતાબેન જીવાણી અને તેમના પુત્ર યશ જીવાણીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

0Shares