- EDUCATION, GUJARAT NEWS

ગાંધીનગરઃ ધો-10ની હોલટિકિટનું વિતરણ શરુ, બોર્ડની વેબસાઈટ પરથી કરી શકાશે ડાઉનલોડ

5મી માર્ચથી ધોરણ-10ની પરીક્ષાનો પ્રારંભ થશે. ત્યારે ધોરણ-10ની હોલટિકિટનું વિતરણ બોર્ડની વેબસાઈટ પર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, સ્કૂલના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડીથી લોગઇન કરી ડાઉનલોડ કરી શકશે.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના માર્ચ-2020ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો, માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીઓનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી સાથે આપવાની રહેશે. આ સાથે ધોરણ-10ની પરીક્ષાની સૂચના વિદ્યાર્થીઓને આચાર્ય અને પરીક્ષાર્થીની સહી સાથે આપવાની રહેશે.

વિદ્યાર્થીઓને કોઈ પણ બાબતે મુંજવણ જણાય તો ગાંધીનગર ખાતે આવેલી બોર્ડની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે.

0Shares