- GUJARAT NEWS, ગાંધીનગર

ગાંધીનગરઃ રાજ્ય સરકારે તમામ માંગ સ્વીકારતા આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું

ગાંધીનગર ખાતે ચાલી રહેલા આદિવાસીઓના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે આદિવાસી સમાજની તમામ માંગણીઓનો સ્વીકાર કરી લેતા આંદોલન પૂર્ણ થયું છે.

મંત્રી ગણપત વસાવા, મંત્રી ભુપેન્દ્રસિંહ, મંત્રી આર.સી.ફળદુ, સાસંદ પ્રભુ ભાઈ વસાવા અને મનસુખભાઈએ આદિવાસી સમાજના આગેવાનો સાથે મળી વાટાઘાટો કરી હતી. બાદમાં મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ આદિવાસી સમાજની 9 માંગણીની રજૂઆત કરી હતી. સરકારે આદિવાસી સમાજની નવ માંગણીઓને સ્વીકારી લીધી હતી.

મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા. તેમની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સરકારે જણાવ્યું કે, આજથી 2010ના ઠરાવમાંથી મસવાડી પહોંચને સ્થગિત કરવામાં આવે છે. 1956ના પુરાવા હશે તે પરિવારના આવનાર દિવસોમાં યાદી બનાવવામાં આવશે. કાયદો વિધાનસભામાં પસાર થયા પછી 30 દિવસમાં નિયમ બનાવી લાગું કરી દેવામાં આવશે.

0Shares