- GUJARAT NEWS, Trending News, ગાંધીનગર, શિક્ષણ

ગાંધીનગરઃ બોર્ડે લોન્ચ કરી મોબાઈલ એપ્લિકેશન, સરકારી અધિકારીની હાજરીમાં જ ખોલાશે પ્રશ્નપત્ર

રાજ્યભરમાં 5 માર્ચથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતી રોકવા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે.

ગેરરીતી રોકવા મોબાઈલ એપ લોન્ચ

બોર્ડ દ્વારા જિલ્લા દીઠ બે વિજીલન્સ સ્કવોર્ડની ટીમોની નિમણૂંક કરવામાં આવી છે તથા એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં દરેક સેન્ટરમાં સરકારી અધિકારીની હાજરીમાં પ્રશ્નપત્રનું બંધ કવર ખોલાશે. તે અંગેના ફોટો અને વીડિયો અપલોડ કરવાના રહેશે.

ચોરી કરનારને 3 થી 5 વર્ષની કેદ, 2 લાખ સુધીનો દંડ થશે

પરીક્ષામાં ગેરરીતી રોકવા અધિનિયમ 1972 કલમ 43 હેઠળ સજાની જોગવાઈ કરાઈ છે.
ગેરરીતી કરતા ઝડપાનારા અથવા દોષિત સાબિત થતાં 3થી 5 વર્ષની સજા અથવા 2 લાખ સુધીનો દંડ કરાઈ શકે છે અથવા તો બંન્ને સજા પણ થઈ શકે છે. અગાઉ બે વર્ષ સુધીની કેદ અથવા 200 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

0Shares