- GUJARAT NEWS, ગાંધીનગર

રાજ્ય સરકારે નવી મેડિકલ કોલેજને લઇને કરી આ મોટી જાહેરાત

આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્ય ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનશે, જેના માટે કેન્દ્ર સરકારે અંદાજે 195 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે જાણકારી આપતાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી હતી. ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ત્રણ શહેરમાં નવી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજ બનાવામાં આવશે.

નવી સરકારી મેડિકલ કોલેજને લઇને કેન્દ્ર સરકાર દ્વારા 195 કરોડ રૂપિયા રાજ્ય સરકારને ફાળવવામાં આવ્યાં છે, જેને લઇને ત્રણ કોલેજો માટે સરકારે જણીન ફાળવી છે.

નીતિન પટેલે કહ્યું સરકારી કોલેજ અંગેની વિગત આપતાં કહ્યું કે, રાજ્યમાં નર્મદા-રાજપીપળા, નવસારી અને પોરબંદર એમ ત્રણ શહેરમાં મેડિકલ કોલેજ બનશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ માટે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્ટેલ માટે જમીન ફાળવણી કરવામાં આવી છે.

ડે. સીએમએ જણાવ્યું કે નવી સરકારી હોસ્પિટલોમાં નવા સુધારા-વધારા પણ કરવામાં આવશે. જેને લઇને હવે સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી વ્યવસ્થા મળી રહે તે માટે તેને અપગ્રેડ કરવામાં આવશે. આ કોલેજો આગામી વર્ષે જ ચાલુ થઇ જાય તે માટે સરકાર પ્રયત્ન કરશે.

0Shares