- CURRENT AFFAIRS, WORLD NEWS

કોરોના વાયરસ લેશે નોકરીઃ આ બેંક 35,000 કર્મચારીઓને છૂટા કરશે

અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર, બ્રિટેનનું યૂરોપીય સંઘમાંથી બહાર થવું અને હવે ચીનમાં કોરોના વાયરના કારણે હોંગકોંગ શંઘાઇ બેકિંગ કોર્પોરેશન (HSBC) બેંક પર હવે સંકટના વાદળો ઘેરાયાં છે.

હવે બેંક મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. ખરેખર તો હોંગકોંગ શંઘાઇ બેકિંગ કોર્પોરેશન (HSBC) એ મંગળવારના રોજ પોતાના વેપારની તર્કસંગતાને પુનર્ગઠન કરવાની જાહેરાત કરી.

જેને લઇને 35,000 લોકોને નોકરીમાંથી છટણી કરવાનું સામેલ છે. જેનું મુખ્ય કારણ છે કે કંપની સતત ત્રણ વર્ષથી ખોટ કરી રહી છે.

બેંક તરફથી જણાવામાં આવ્યું કે તેઓ બેંક પોતાનો યૂરોપ અને અમેરિકાનો વેપાર પણ ઘટાડશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર, બ્રિટેનનું યૂરોપીયન સંઘમાંથી બહાર થવું અને હવે ચીનમાં કોરોના વાયરસની સમસ્યાને ધ્યાનમાં રાખી બેંક ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

બેંકે કહ્યું કે 2022 સુધીમાં તેમના ખર્ચ પર 32 હજાર કરોડનો કાપ મુકવાની યોજના છે. સૌથી વધારે કાપ અમેરિકા અને યૂરોપીય વેપારમાં કરવામાં આવશે.

અમેરિકામાં બ્રાંચની સંખ્યામાં 30 ટકા ઘટાડો કરવાની યોજના છે. આ સાથે બેંકે આગામી ત્રણ વર્ષમાં પોતાના કર્મચારીઓની સંખ્યા 2,35,000થી ઘટાડીને 2,00,000 કરશે. જો કે આ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી.

0Shares