- GUJARAT NEWS

વેરાવળઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને પદવીદાન સમારોહ

વેરાવળ ખાતે આવેલી સંસ્કૃત યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ દેવવ્રતજી તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. આ પદવીદાન સમારોહમાં 870 જેટલા છાત્રોને પદવી આપવામાં આવી.

રાજ્યમાં આવેલી એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટીમાં આજે 12મો પદવી દાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી, આચાર્ય, પીજીડીસીએ, શિક્ષાશાસ્ત્રી, તત્વાચાર્ચ અને વિદ્યાવારિધિ(પીએચડી) મળીને કુલ 870 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં.

આ પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા ફાળવામાં આવેલા 13.78 કરોડની ગ્રાંટમાથી યુનિવર્સિટીમાં બે ભવનો ‘બૃહસ્પતિ’ અને ગ્રંથાલય ભવન ‘શ્રી’ નો અતિથિ ભવનનો શિલાન્યાસ પણ કરવામાં આવેલ.

આ તકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મિશ્ર સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ સાથે ઉદ્દબોધનમાં જણાવાયું હતું કે સંસ્કૃત એ આપણી વેદમાતા છે અને જો સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો સંસ્કૃત ભાષા અનિવાર્ય હોવાનું તેમજ ભાષાના પ્રચાર પ્રસાર માટે ભાર મુકવામાં આવ્યો હતો.

0Shares