- NATIONAL NEWS, slider news

કોરોના વાયરસની બેઠક બાદ સીતારમણે કહ્યું – ભારત પર પણ અસર, કાલે PMO ને આપશે જાણકારી

ચીનમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે ભારતમાં મોટા પાયે ચીનની વસ્તુઓ આયાત કરવામાં આવે છે. કોરોના વાયરસના કારણે ચીનમાં ઉત્પાદન પર અસર પડી છે અને ભારતમાં ડિમાન્ડ ઘટી છે.

ખરેખર કોરોના વાયરસની ભારતની અર્થવ્યવસ્થા પર પડતી અસર વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ. આ બેઠકમાં કોરોના વાયરના પ્રભાવને લઇને ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં નિર્મલા સીતારમણ સહિત નાણા સચિવ અને તમામ મોટા સેકટર્સના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ પત્રકાર સાથેની વાતચીતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પણ દબાણમાં છે અને તેની અસરને લઇને તમામ સેકટરના પ્રતિનિધિઓ સાથે વાતચીત થઇ.

નાણામંત્રી નિર્મલા સિતારમણની સાથે બેઠકમાં ઓટો, ટેલીકોમ, ઇલેકટ્રોનિક, ટેક્સટાઇલ, ફાર્મા અને કેમિકલ સેકટર્સના પ્રતિનિધિ હાજર રહ્યાં હતા.

નાણા મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે આયાત-નિકાસ પ્રભાવિત થયું છે અને ખાસ કરીને આ સેકટર દબાવ હેઠળ છે. નાણા મંત્રીએ કહ્યું કે જરૂરિયાત પડવા પર સરકાર મોટા પગલા લેવા તૈયાર છે.

નાણા મંત્રીએ કહ્યુંકે બુધવારે પણ નાણા સચિવની સાથે કેટલાક સેક્ટર્સની બેઠક જારી રહેશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ વાયરસને લઇને પ્રભાવ સમીક્ષા બેઠક બાદ પોતે નિર્મલા સીતારમણ આ અંગેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને સોંપશે.

0Shares