- GUJARAT NEWS

કચ્છઃ કંડલા પોર્ટ નજીકથી સેટેલાઇટ ફોન મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અગાઉ ગાંધીધામના કંડલા પોર્ટ નજીકથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળતી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મીએ અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે રાજ્યની સુરક્ષાને લઇને ઘણુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

કંડલા પોર્ટ નજીકના એક ટાપુ પરથી બિનવારસી હાતમાં સેટેલાઇ ફોન મળી આવતાં કચ્છ સહિત તપાસ એજન્સીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા મીડીયાને આપવામાં આવેલી જાણકારી મુચબ હાલ લોકલ પોલીસ, એસઓજી, સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહ્યાં છે.

હાલ તપાસ એજન્સીઓ તેના IMEI નંબર અને CDR ચેક કરી રહ્યાં છે. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ સેટેલાઇટ ફોનમાં હાઇક્વોલિટી ઓડિયો જઇ શકે તેવો ફોન છે. આ સેટેલાઇટ ફોનથી કોઇપણ જગ્યાએથી વાતચીત કરી શકો છે.

0Shares