- GUJARAT NEWS

સોમનાથઃ સરકાર અને ટ્રસ્ટ દ્વારા 11 કરોડના ખર્ચે મ્યૂઝીયમ બનાવાયું

સોમનાથમાં આવનારા પ્રવાસીઓ હવે સરદાર પટેલના સંકલ્પ બાદ બનેલી નૂતન સોમનાથ મંદિર સાથૈ પૌરાણિક સોમનાથ મંદીરના સ્થાપત્યો શિલ્પો મૂર્તિઓના પણ દર્શન કરી શકશે.

11 કરોડના ખર્ચે બનેલા ટૂરીસ્ટર ફેસિલિટી સેન્ટરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્ય આધુનિક મ્યૂઝીયમ બનાવાયું છે.

બાર જ્યોર્તિલિંગનું પ્રથમ મંદિર ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં સરદાર પટેલના સ્વપ્ન સમા ભારતના ગૌરવ એવા સોમનાથ મંદિરને આજે વિશ્વભરના ભાવિકો નતમસ્તકે નમન કરી રહ્યાં છે.

જ્યારે સોમનાથ મંદિરનો સતત કાયકલ્પ કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્ય આધુનિક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. અહીં આવતાં વિશ્વભરના યાત્રીકોને સોમનાથનો ગૌરવપૂર્ણ ભુતકાળ નજરે પડે તે માટે અત્ય આધુનિક મ્યૂઝિયમ બનાવામાં આવ્યું છે.

સોમનાથ મંદિરના 8મી થી 11મી સદીના અવશેષોનું મ્યૂઝીયમ કેન્દ્રની પ્રસાદ સ્કીમ હેઠળ સોમનાથમાં 11 કરોડના ખર્ચે ટૂરીસ્ટ ફેસેલિટી સેન્ટર બનાવામાં આવ્યું છે. જેમાં રહેવા-જમવા સાથે લાયબ્રેરી ઉપરાંત અદ્યતન મ્યૂઝીમય બનાવાયું છે.

જેમાં 10-11-12મી સદીના સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો પણ રાખવામાં આવ્યાં છે. જેમાં તે સમયના દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તે પૌરાણિકતાને અત્યાધુનિક મ્યૂઝીયમમાં રખાયા છે.

જેમાં ખાસ લાઇટિંગ તેની વિગત અને ક્રમશ દેવી-દેવતાઓ, અશ્વો, હાથીઓ, મૂર્તીઓને લોકો જાણી શકે તેમજ જોઇ શકે. આ સાથે માહીતી સભર લેખો સાથે અહીં રાખવામાં આવેલ છે.

0Shares