- FEATURED NEWS, slider news, Trending News

આ પુસ્તકમાં 40 વર્ષ પહેલા જ કરી દેવાઈ હતી કોરોનાની ભવિષ્યવાણી!

કોરોના વાયરસને કારણે 1700થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનના શહેર વુહાનમાં શરૂ થયેલો કોરોના વાયરસ હવે 25થી વધુ દેશોમાં ફેલાયો છે. પરંતુ શું તમે જાણો છો કે કોરોના વાયરસની આગાહી 40 વર્ષ પહેલાં એક પુસ્તકમાં કરવામાં આવી છે.

1981માં, થ્રિલર નૉવેલ ‘ધ આઇઝ ઑફ ડાર્કનેસ’ લખવામાં આવી હતી, જેમાં વુહાન-400 નામના એક વાયરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડિયાન કુંત્ઝની આ નવલકથામાં, બાયો હથિયાર બનાવવાનો પ્રયાસ કરતી વખતે લેબમાં એક વાયરસનો જન્મ થાય છે.

@DarrenPlymouth નામના એક ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું જ્યાર બાદ, આ પુસ્તક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. એક યુઝર્સે પુસ્તકનું કવર પણ પોસ્ટ કર્યું હતું અને પુસ્તકમાં વુહાન-400 નામના વાયરસનો ઉલ્લેખ કરતા પુસ્તકનો ટૂંકડો પણ શેર કર્યો હતો.

ટ્વીટમાં કેપ્શન લખ્યું હતું કે, આપણે ખૂબ જ વિચિત્ર દુનિયામાં જીવીએ છીએ. વાર્તાઓ ઘણી વખતે ચોંકાવનારી હોઈ શકે છે.

લોકોએ સોશિયલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, 40 વર્ષ પહેલાંની એક વાર્તા હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે.

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ પુસ્તકનો એક ફકરો શેર કર્યો છે અને લખ્યું છે કે, શું કોરોના વાયરસ એક જૈવ-હથિયાર વુહાન-400 છે, જેને ચીનીઓ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? આ પુસ્તક 1981માં પ્રકાશિત થયું હતું, તમે તેનો ટૂંકસાર વાંચો.

દુનિયાભરમાં ઘણા વિશ્લેષકોને પણ ડર છે કે, ચીન કોરોના વાયરસ વિશેની કેટલીક સચ્ચાઈ છુપાવી રહ્યું છે. વિશ્લેષકો કહે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીની લેબમાંથી થઈ હતી અને જૈવ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે, ચીનના તમામ વૈજ્ઞાનિકોએ આ દાવાને નકારી કાઢ્યો છે અને તેનું કારણ કુદરતી તરીકે આપ્યું છે.

0Shares