- FEATURED NEWS, Trending News

અંધારામાં કેમ લાઈટની જેમ ચમકે છે આગીયા?, જાણો તેમના વિશે અન્ય કેટલીક રહસ્યમયી વાતો

રાત્રે વૃક્ષો નજીક ચમકતા આગીયાઓને તો તમે જોયા હશે. તે શહેરોમાં ખુબ ઓછા જોવા મળે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તેમની સંખ્યા ઘણી હોય છે. જો કે હવે ગામોમાં પણ આગીયા ઓછા જ જોવા મળે છે. શું તમે જાણો છો કે આગીયાઓ રાત્રે કેમ ચમકે છે?

હકીકતમાં, આગીયાઓના ચમકવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની માદા આગીયાને આકર્ષિત કરવાનો અને પોતાનું ભોજન સોધવાનો હોય છે.

આગીયાઓની ચમક ત્રણ પ્રકારના રંગોની હોય છે- લીલો, પીળો અને લાલ. માદા આગીયો જંગલોમાં વૃક્ષોની છાલમાં પોતાના ઈંડા આપે છે. તમને જાણીને હેરાની થશે કે આગીયાના ઈંડા પણ ચમકે છે.

તમને જણાવી દઈએ કે માદા આગીયાની પાંખો નથી હોતી, માટે એક જ જગ્યાએ ચમકતી રહે છે, જ્યારે નર આગીયાની બે પાંખો હોય છે, માટે તે ઉડતી વખતે ચમકે છે.

આમ તો ભારતમાં ઘણી સંખ્યામાં આગીયા મળી આવે છે, પરંતુ વધારે રોશનીથી ચમકતા આગીયા મોટેભાગે વેસ્ટઈન્ડિઝ અને દક્ષિણી અમેરિકામાં મળી આવે છે.

આગીયાઓની શોધ વર્ષ 1667માં રૉબર્ટ બાયલ નામના એક વૈજ્ઞાનિકે કરી હતી. પહેલા એવું માનવામાં આવતું હતું કે આગીયાના શરીરમાં ફોસ્ફોરસ હોય છે અને આ જ કારણે તે ચમકે છે, પરંતુ બાદમાં વૈજ્ઞાનિકોએ આ વાતને નકારી કાઢી. તેમણે જણાવ્યું કે આગીયા લ્યુસિફેરેસ નામના પ્રોટીનોને કારણે ચમકતા રહે છે.

0Shares