- LIFE STYLE, Trending News

શું તમારા બાળકોની પણ નથી વધતી હાઈટ?, તો આજે જ અપનાવો આ ટિપ્સ

યોગ મારફતે તો દરેક પ્રકારની બીમારીને ઠીક કરી શકાય છે. શારીરિક ભૂલો અને ખેલ કુદથી દૂર થઈ રહેલા બાળકોની સમયે લંબાઈ ન વધવી એક સામેસ્યા બની ગઈ છે. દિવસભર મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાથી બાળકની રમવામાં રૂચી પણ ઓછી થઈ જાય છે.

પરંતુ ઉંમરના દસ વર્ષ પૂરા થયા બાદ પણ જો બાળકનં શારીરિક વિકાસ સારી રીતે નથી થઈ રહ્યો તો યોગ તમારા બાળકની લંબાઈ વધારવામાં મદદ કરી શકે છે.

ભુજંગાસન

બાળકોની લંબાઈ જો નથી વધી રહી તો ભુજંગાસનને કરવાથી લાભ મળશે. આ યોગને કરવા માટે કોઈ સલામત સ્થાન પર મોઢાને નીચેની તરફ કરી પેટના બળે સુઈ જાઓ. શરીરના તમામ અંગોને ઢીલા છોડી દો. પછી પગના પંજાને બહારની તરફ ખેંચો. બંન્ને પગોને મીલાવીને રાખો. બંન્ને હાથોની હથેળીઓને છાતીની બરાબર પાછળ લાવતા એ પ્રકારે રાખો કે કોણીઓ જમીન પર ટકી જાય.

ત્યાર બાદ કોણીઓને ધીરે-ધીરે ઉઠાઓ. સાથે જ શ્વાસ ભરકા ગર્દન આગળની તરફ તાણીને છાતીને ધીરે-ધીરે ઉઠાઓ. ધડને ઉપર ઉઠાવતા કોણીઓને ખોલતા જાઓ. ધડને નાભિ સુધી ઉપર ઉઠાવી દો. ગર્દન તેમજ છાતીને વધારેમાં વધારે ઉઠાવવાનો પ્રયાસ કરો. થોડીવાર સુધી આ જ સ્થિતિમાં રહો. પછી શ્વાસને છોડતા પરત આવી જાઓ અને બધા અંગોને ઢીલા છોડી દો.

મેરુદંડાસન

બાળકોની લંબાઈ વધારવા માટે આ આસન ખુબ જ લાભકારી છે. તેને કરવા માટે બંન્ને પગોને મિલાવતા સીધા ઉભા થઈ જાઓ. શ્વાસ ભરતા બંન્ને હાથોને સીધા ઉપર લઈ જાઓ. તમારા બંન્ને હાથ કાન સાથે અડેલા હોવા જોઈએ. બંન્ને હાથોને સીધમાં રાખતા કમરથી ઉપરનો ભાગ ડાભી તરફ વાળો.

થોડા રોકાઈ-રોકાઈને શ્વાસ છોડો અને પહેલા જેવી સ્થિતિતમાં આવી જાઓ. એકવાર ફરી શ્વાસ ભરીને આ ક્રમ ડાભી તરફ દોહરાવો. બંન્ને હાથોને પહેલાની જેમ જ સીધા રાખો અને પહેલા સામે અને પછી પાછળની તરફ જુકો. આ પ્રકારે ચારે બાજુ જુકતા આખુ એક ચક્કર લગાવો.

સર્વાંગાસન

સર્વાંગાસનની ક્રિયા કરવા માટે જમીન પર પીઠના બળ સીધા થઈને સુઈ જાઓ. પગને આપસમાં જોડીને રાખો ધીરે-ધીરે ઉપરની તરફ ઉઠાઓ. કોણીઓને જમીન પર ટિકાવીને બંન્ને હાથોથી કમરને પકડીને સહારો આપો.

કમરના ઉપરવાળા પગનો ભાગ સીધો રાખો. માથાને જમીન પર જ ટકાવીને રાખો. આ સ્થિતિમાં ઓછામાં ઓછા એક મિનિટ સુધી રહો. ધીરે-ધીરે અભ્યાસ કરતા-કરતા આ આસનને કરવાની સમયાવધિ વધારી શકાય છે.

નોંધ- કોઈ પણ પ્રકારના યોગ કરતા પહેલા તાલિમ લેવી જરૂરી છે. માટે તમારા નજીકના યોગગુરૂનો સંપર્ક કર્યા બાદ જ આ આસનને કરવા.

0Shares